April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ પોલીસે સોમનાથની એક મોબાઈલ દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલ્‍યો: એક આરોપી સહિત મુદ્દામાલ બરામદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : દમણ પોલીસે એક મહિના પહેલાં નાની દમણના સોમનાથ દાભેલ ખાતે એક મોબાઈલની દુકાનમાંથી ચોરી થયેલ મોબાઈલ અને એસેસરીઝની ઘટનાનો ભેદ ઉકેલી અલગ અલગ કંપનીના 33 મોબાઈલ અને 4 મોબાઈલ એસેસરીઝ અને હોન્‍ડા ડીઓ મોપેડ સાથે એક આરોપીની ધરપકડ કરવા સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.20મી સપ્‍ટેમ્‍બરના રોજ ફરિયાદી જતિનકુમાર નરેશભાઈ વેદાંતની નાની દમણના સોમનાથ દાભેલ ખાતે સેન્‍ટર પોઈન્‍ટમાં રાઈટ ચોઈસ ટેલીકોમ નામે આવેલ મોબાઈલની દુકાનમાં રાત્રિના સમયે દુકાનનું પાછળનું શટર તોડી અંદર પ્રવેશી અલગ અલગ કંપનીના 34 મોબાઈલ અને 8 એસેસરીઝ જેની અંદાજીત કિંમત 4 લાખ 70 હજારની થયેલ ચોરીની ફરિયાદ પોલીસ દફતરે નોંધવામાં આવીહતી.
દમણ પોલીસે ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમનું ગઠન કરી સંગઠિત રૂપથી પોતાની તપાસ ચાલુ રાખી હતી જેમાં આજુબાજુ વિસ્‍તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ, બાતમી અને હ્યુમન ઈન્‍ટેલિજન્‍સ તથા ટેક્‍નીકલ સાધનોની મદદથી નાની દમણના દાભેલ ખાતે આંટિયાવાડ ચાર રસ્‍તા નજીક રહેતા આમીર હકીક કુરેશી (ઉ.વ.18)ની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને પોતાનો ગુનો કબુલી લીધો હતો અને તેની પાસેથી મોબાઈલની દુકાનમાંથી ચોરી કરાયેલા અલગ અલગ કંપનીના 33 મોબાઈલ, અલગ અલગ કંપનીની 4 મોબાઈલ એસેસરીઝ તથા 1 હોન્‍ડા ડીઓ મોપેડ કબ્‍જે કરવા દમણ પોલીસને સફળતા મળી છે.
આરોપીને અદાલતમાં રજૂ કરતાં દમણની કોર્ટે 20મી ઓક્‍ટોબર સુધી પોલીસ કસ્‍ટડી મંજૂર કરેલ છે.

Related posts

વાપીના નગરજનોને રોડોના ખાડાઓથી મળી રહેલ કામચલાઉ છૂટકારો : હાઈવે સર્વિસ રોડો ઉપર મરામત

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડ એમ.આર. એસોસિએશને પડતર માંગણી અંગે લેબર અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યુ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

Leave a Comment