December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં પ્રદેશમાં અગામી 13 ઓગસ્‍ટના રોજ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, જે સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પડોશી રાજ્‍ય ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પંજાબ, પશ્ચિમ બંગાળ, બિહાર, તામિલનાડુ, ઉત્તરાખંડ, કર્ણાટક તથા મધ્‍યપ્રદેશના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં 13 ઓગસ્‍ટના રોજ સેલવાસ દમણગંગા રિવરફ્રન્‍ટ ખાતે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં અલગ અલગ રાજ્‍યની કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. તેથી પ્રદેશની જનતાને અનુરોધ છે કેઆ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવે.

Related posts

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રોડ ઉપર કોથળામાં ભરેલ ગાય વાછરડીનું શબ મળી આવતા ચકચાર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

vartmanpravah

Leave a Comment