October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહુવા જઈ રહેલ સ્‍વિફટ કારમાં કિકરલા ખાતે આગ લાગતાં બળીને ખાખ થઈ: કારમાં સવાર ચાર વ્‍યક્‍તિઓનો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: દમણ ફરવા આવેલ મહુવાના ચાર મિત્રો પરત ફરી રહ્યા હતા. આ દરમ્‍યાન કીકરલાથી પસાર થવા માર્ગ પરકારમાં આગ લાગતા કાર બળીને ખાક થવા પામી હતી. કારમાં ધુમાડાના ગોટા જોતા જ કારમાં સવાર મિત્રો કારમાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.
પારડીના કિકરલા ગામે પટેલ ફળીયાના માર્ગથી પસાર થતી જીજે-05-સીકે-5909 સ્‍વીફટ કારમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતા ઘટનાની જાણ પારડી પોલીસને કરાઈ હતી અને પારડી પોલીસે પારડી ફાયરની ટીમને જાણ કરતા ઘટના સ્‍થળે પારડી નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી હતી. પાણી મારો શરૂ કર્યો હતો પરંતુ આગમાં કાર બળીને ખાક થવા પામી હતી. જોકે કારમાં ધુમાડો નીકળતા કારમાં સવાર ચાર મિત્રો ધર્મેશ કાંતુભાઈ પટેલ, આનંદ નગિનભાઈ પટેલ, દીપેશ મગનભાઈ પટેલ, હિરેન રાજેશભાઈ પટેલ રહે.સુરત મહુવા કુરગામ સમય સુચકતા વાપરી કારમાંથી ઉતરી જતા જાન હાની થવા પામી ન હતી. આગને પગલે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા હતા અને પારડી પોલીસે ઘટના સ્‍થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

વાપીમાં ગલેના મેટલ્‍સ કંપનીમાંથી રૂા.1.33 લાખના સીસા પ્‍લેટની ચોરી

vartmanpravah

આજે દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 100 દિવસ પૂર્ણઃ વાયદાઓની સમયમર્યાદા પણ ખતમ

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

vartmanpravah

Leave a Comment