રાજ્ય કક્ષાના એન.એસ.એસ. દિવસની ઉજવણી ચાલી રહી છે : કે.બી.એસ. કોલેજના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપી ચણોદ કે.બી.એસ. કોલેજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધાર્યુ છે.
દ.ગુ. યુનિવર્સિટી દ્વારા એન.એસ.એસ. દિવસ 2024 ની ઉજવણી સુરત ખાતે કરવામાં આવી હતી. જેમાં 180 થી વધુ વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધોહતો. અર્વાચિન ગરબામાં કે.બી.એસ. કોલેજની વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. મોને એક્ટિંગમાં વિર સેનાએ બીજો ક્રમ મેળવ્યો હતો, જ્યારે વાજીંત્ર વાદનમાં ઉજ્જવળ દિપસીંગ બીજો ક્રમ અને રંગોળીમાં કરુણ વિશ્વકર્માએ બીજો ક્રમ યુનિવર્સિટી સ્તરે મેળવ્યો હતો. તમામ વિજેતા વિદ્યાર્થીઓનું કોલેજમાં ડો.પ્રકાશચન્દ્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કલ્ચરલ પ્રોગ્રામનું માર્ગદર્શક ડો.ખુશ્બુ દેસાઈએ પુરુ પાડયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો.પૂનમ ચૌહાણે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓ આગામી તા.22 થી 24 સપ્ટેમ્બર યોજાનાર રાજ્ય સ્તરની સ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીમાં ભાગ લેશે. કે.બી.એસ. કોલેજના વિજેતા વિદ્યાર્થીઓ દ.ગુ. યુનિવર્સિટી તરફથી પ્રતિનિધિત્વ કરનાર છે.