(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ગાંધીનગર અને નવસારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલ ચોક્કસ બાતમીના આધારે ચીખલી તાલુકાના કાંગવઈ ગામે શંકાસ્પદ આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે રેડ કરતા ઈસ્માઈલ મોલધારીયા અને ઈમરાન મોલધરિયાના ઘરે છાપો મારી બંને ઘરેથી મોટી સંખ્યામાં આયુર્વેદિક તેમજ એલોપેથી દવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઈસ્માઈલ મોલધરિયાના ઘરે રેડ બાદ 5-કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શંકાસ્પદદવાના સેમ્પલો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાવા પામી ન હતી અને સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.