(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત તા.02-10-2024 ના સુત્ર હેઠળ ‘‘સ્વભાવ સ્વચ્છ, સંસ્કાર સ્વચ્છ” અંતર્ગત ઉદવાડા ખાતે દરિયા કિનારાની સ્વચ્છથાનું અભિયાન કર્યું હતું. જેમાં સદર કોલેજના એન.એસ.એસ.ના સ્વયં સેવકો/ સેવિકાઓએ ખુબ જ ખંતથી અને સક્રિય રીતે સ્વચ્છતાના કાર્યમાં ભાગ લઈ કચરો તથા પ્લાસ્ટીકને દૂર કરીને દરિયા કિનારાની સાર્વજનિક જગ્યાએ સ્વચ્છ કરતા આજુબાજુના લોકોએ સ્વચ્છતા માટે જાગૃતતા દર્શાવી હતી. આમ કેવળ સ્વચ્છ કરવુ એટલુ જ નહિ પણ સ્વચ્છતા જાળવવા માટે પણ પ્રેરણા આપીને જાહેર સ્થળ સ્વચ્છ તો આપણુ સ્વાસ્થ્ય સ્વચ્છ રહેથે તથા આવનાર પેઢી માટે પણ સ્વચ્છ અને શુધ્ધ વાતાવરણ મળશે તેની માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.ખુશ્બુ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્ટીગણે સમગ્ર સ્વયં સેવિકાનો આભાર વ્યક્ત કરી સમાજમાં સ્વચ્છતાની જાગૃતતા લાવવા માટે શુભેચ્છા પાઠવી હતી.
