(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03
વલસાડ હાઈવે ધરમપુર ચોકડી ઉપર વાપી તરફથી આવી રહેલ પરિવારની ક્રિએટા કારને પુર ઝડપે આવી રહેલ ટ્રક ચાલકે ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કે કાર સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.
વલસાડ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાપીથી સુરત તરફ થઈ રહેલ ક્રિએટા કારને અકસ્માત નડયો હતો. સોમવારે મળસ્કે થયેલ અકસ્માતમાં કારને પુર ઝડપે આવી રહેલ ટ્રકે ટક્કર મારી દેતા કાર ડિવાઈડર તરફ ધસડાઈ ગઈ હતી. અકસ્માતમાં કાર સવાર પરિવારનો નખ પણ વાંકો થયો નહોતો. તમામનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. અકસ્માતને લઈ હાઈવે જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેઈન વડે અકસ્માતગ્રસ્ત વાહનોને કોર્નર કર્યા બાદ ટ્રાફિક જામ દુર થયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધ કરી રહી છે.
