રાષ્ટ્ર અને પ્રદેશના સર્વાંગી વિકાસ અને લોકોના ક્ષેમકુશળની પણ ભોળાનાથના દરબારમાં કરેલી કામના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17: 76મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દમણના સોમનાથ મહાદેવ મંદિરના શિવલીંગને તિરંગાની શોભાથી સજ્જ કરી દમણ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી હેમલતાબેન ઈશ્વરભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલે આધ્યાત્મિકતાની સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. તેમણે રાષ્ટ્રઅને પ્રદેશના સર્વાંગી વિકાસ અને લોકોના ક્ષેમકુશળની પણ કામના કરી હતી.