January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

…અને એટલે જ આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપનો રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે વાગી રહેલો ડંકો

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ પ્રોજેક્‍ટોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવ મુલાકાતના બીજા દિવસે આજે નાયડા ગુફાઓ, પદ્મભૂષણ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ, દીવ બસ સ્‍ટેન્‍ડ, ગાંધીપરા સિવરેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, ખુખરી મ્‍યુઝિયમ, ઘોઘલા સ્‍થિત પાંજરાપુર સ્‍કૂલ, સ્‍વર્ણ જયંતિ તળાવ પાસે બની રહેલ ટેન્‍ટ સીટી, એજ્‍યુકેશન હબ, ગંગેશ્વર કોમ્‍પલેક્ષ, ચક્રતીર્થ ટેન્‍ટ સીટી વગેરે જગ્‍યાઓની મુલાકાત લઈ ત્‍યાં ચાલી રહેલા વિકાસકામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્‍માર્ટ સીટી દીવને દરેક સ્‍તરે ઉમદા બનાવવા માટે અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપવાની સાથે કેટલીક જગ્‍યાએ કામ કરવાની યોગ્‍ય સમજ પણ આપી હતી.
અત્રે યાદરહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ જિલ્લા, ગામ, પાડા અને ફળિયાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આગ્રહી રહ્યા છે. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની પણ દરકાર રાખવામાં કોઈ કસર છોડી નથી. જેના કારણે જ દેશની આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપની નોંધ લેવાતી થઈ છે.

Related posts

કપરાડાના કાકડકોપરમાં કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણ કરાઈ

vartmanpravah

વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

વાપી સી-ટાઈપ જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં કેમિકલ ભરેલી ટેન્‍કર વિજપોલ સાથે ભટકાઈ

vartmanpravah

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

વાપી ગુજરાતના 29 વિદ્યાર્થીઓને બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment