Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ શહેરમાં આવેલા પૂર બાદ શહેરના કેટલા વિસ્‍તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી. જેને લઈને લોકોના ઘરવખરી સહિતનો સામાન પૂરમાં તણાઈ ગયો હતો. આ પૂરનો ભોગ બનનાર પરિવારને લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા અનાજની કીટ અને બ્‍લેન્‍કટનું વિતરણ કરવામાં આવ્‍યુ હતું. જેમાં વલસાડ શહેરના તરિયાવાડ, બંદર રોડ, દાંતી, કકવાડી, મોગરાવાડી, તાપાવાડ વિસ્‍તારના આશરે 300 જેટલા પરિવારને આજે કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા લાઈન્‍સ ક્‍લબ ઓફ બલસારના પ્રમુખ કાર્તિક દેસાઈએ જણાવ્‍યું હતું કે, લાયન્‍સ ક્‍લબ ઓફ બલસારને લાયન્‍સ ઈન્‍ટરનેશ દ્વારા 10 હજાર ડોલરની ગ્રાન્‍ટ મળી હતી. જે પૈકી લાયન્‍સ ક્‍લબ ઓફ બલસારને 300 અનાજની કીટ તથા બ્‍લેન્‍કેટ મળેલા હતા. જેનું વિતરણ પૂરથી પ્રભાવિત વિસ્‍તારના લોકોમાં કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે લાયન્‍સ ક્‍લબના ડિષ્‍ટ્રિકટ ગવર્નર મુકેશભાઈ પટેલ, સેકેન્‍ડ વી.ડી.જી. પરેશભાઈ પટેલ તથા ડિષ્‍ટ્રિકટ સેક્રેટ્રી પી.એ.પટેલ હાજર રહ્યા હતા. સાથે જ લાયન્‍સ ક્‍લબ ઓફ બલસારના પ્રમુખ કાર્તિક દેસાઈ, સેક્રેટરી લા.મૈત્રી દેસાઈ, ટ્રેઝરર લા. અભિલાષ દેસાઈ સહિત ટીમના તમામસભ્‍યો કાર્યક્રમમાં ઉપસ્‍થિતિ રહ્યા હતા.

Related posts

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

vartmanpravah

દાદરા ખાતે રાજસ્‍થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment