October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર સ્‍વ. દેવશીભાઈ ભાટુની સ્‍મૃતિમાં સેલવાસ બિલ્‍ડર એસોસિએશન દ્વારા આયોજીત રક્‍તદાન શિબિરમાં 130 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : સેલવાસ બિલ્‍ડર એસોસિયેશન દ્વારા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર સ્‍વ. દેવશીભાઈ ભાટુની સ્‍મૃતિમાં ટ્રોપિકલ ગ્રીન્‍સના હોલમાં ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સેલવાસ અને વાપીના બિલ્‍ડર એસોસિએશન સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અત્રે આયોજીત રક્‍તદાન શિબિરમાં યુવાઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને પોતાના મહામૂલા રક્‍તનું હોંશભેર દાન કર્યું હતું. જેમાં 130 યુનિટ જેટલું રક્‍ત એકત્ર થયું હતું.
આ અવસરે બિલ્‍ડર એસોસિએશનના પ્રેસિડેન્‍ટ શ્રી અમિત અગ્રવાલ અને વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી કે.ટી.પરમારે રક્‍તદાન શિબિરનું મહત્‍વ સમજાવતા જણાવ્‍યું હતું કે, અન્‍ય કોઈનું જીવન બચાવવા રક્‍ત ઉપયોગી બનશે. રક્‍તનું દાન કોઈના જીવન માટે ઉપહાર હોઈ શકે છે. અગર અમારા દ્વારા આપવામાં આવતા રક્‍તથી કોઈના જીવની રક્ષા થતી હોય તો તે અતિ પુણ્‍યનું કામ છે. આ અવસરે બિલ્‍ડર એસોસિયેશનના સભ્‍યો, ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીનો સ્‍ટાફ સહિત રક્‍તદાતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના ડેન્‍જર ઝોનમાં શુક્રવારે અધધ… 142 નવા પોઝિટિવ કેસો

vartmanpravah

પ્લાસ્ટિકને હટાવવા સેલવાસ નગરપાલિકાની નવી પહેલઃ બર્તન બેંકની કરેલી શરૂઆત

vartmanpravah

ફોટોસ્‍ટોરી

vartmanpravah

વાપીમાં બાઈક સવાર બે ઈસમોએ રાહદારીનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરારથયા

vartmanpravah

Leave a Comment