Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં 300 વર્ષ પુરાણું પીપલના ઝાડ ઉપર સૌ ધાર્મિક ભક્‍તોએ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા જલ અર્પણ કરવામાં આવ્‍યું. મંદિર સંચાલકરોહિત આચાર્ય પ્રભુ દ્વારા કુવાનું પાણી ગંગાજલ યુક્‍તની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી. આજરોજ શ્રાવણ માસના અંતિમ અમાસના દિવસે પીપલના ઝાડ ઉપર પિતૃદેવને તૃપ્ત કરવા માટે ત્રણ કળશ પાણી ચઢાવવામાં આવે છે અને પીપલની પાસે પિતૃદેવનો અખંડ દીવો પણ મૂકવામાં આવે છે જેથી પિતૃઓની તૃપ્તિ થાય છે અને પિતૃદેવોના આશીર્વાદ વંશજો પર રહે છે. સાંજે મંદિરમાં દીપમાળાના દર્શન તથા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ હતું તેમાં આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે હર હર મહાદેવના નાદ થી મંદિર ગુંજતું કરવામાં આવ્‍યું હતું. આજરોજ મંદિરમાં બહુ સંખ્‍યામાં ભક્‍તોએ દર્શનનો તર્પણનો લાભ લીધો હતો.

Related posts

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા વેસ્‍ટર્ન રિજીયન માટે બે દિવસીય યોજાયેલી વાર્ષિક તરણ સ્‍પર્ધા

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah

વાપી શહેરમાં રોડ ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષો રોપી કોંગ્રેસે નોંધાવેલો વિરોધ

vartmanpravah

Leave a Comment