October 14, 2025
Vartman Pravah
Other

વણાકબારા ખારવા સમાજના મહામંત્રી, ખજાનચીનું અકસ્‍માતમાં મોત, થતાં દીવ જિલ્લામાં શોકનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.28: દીવના વણાકબારાના ભરતભાઈ હરજી ડાલકીનું ગુજરાતના નાળીયા માંડવીમાં અકસ્‍માત સર્જાતા મોત નિપજ્‍યું હતું, ભરતભાઈ ઉના ખાતે બોટના સામાનની ખરીદી માટે ગયા હતા, જ્‍યાંથી પરત ફરતા નાળીયા માંડવી પહેલા જશરાજ ટાઉનશિપ નજીક ભરતભાઈ હરજી ડાલકી ઉંમર. 49 પોતાનુ બાઈક નં ડીડી 02, એફ, 5123 પર જતા હતા અને અચાનક રસ્‍તા માં ભેંસ સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને તેમને 108 ની મદદથી ઉના હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્‍યું હતું, ભરતભાઈ વણાકબારા ખારવા સમાજના મહામંત્રી ખજાનચી હતા, તેમના મોતથી દીવ જિલ્લામાં તથા વણાકબારા ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્‍યુ હતું.

Related posts

ભારત સરકારની ‘સબકી યોજના’ સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાનહના નરોલી પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ પ્રશાસનિક ઉચ્‍ચ અધિકારીઓની રહેલી ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી

vartmanpravah

વાપી ક્રિકેટ ક્‍લબ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે આયોજીત ઓપન ઓલ ઈન્‍ડિયા શહિદ ભગત સિંહ T-10ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં કિલર-89 ચેમ્‍પિયન

vartmanpravah

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિકાસકામોથી મહામહિમ રાષ્‍ટ્રપતિ ખુબ જ પ્રભાવિત

vartmanpravah

દમણ કેમ્‍પસ ખાતે આયોજીત ત્રણ દિવસીય NIFTના કલાત્‍મક ફેશન શોનું રંગારંગ સમાપન

vartmanpravah

Leave a Comment