October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01 : દાદરા નગર હવેલીના નરોલી ગામે કનાડુ ફાટક નજીક આવેલ પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં કામ કરતા કામદારો પગાર ઓછો આપતા હોવાના મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. કામદારો જણાવ્‍યા પ્રમાણે સરકાર હાલમાં અમોને ફક્‍ત ત્રણસો રૂપિયા રોજના આપવામાં આવે છે. પ્રશાસન દ્વારા જે મિનિમમ દર નક્કી કરવામાં આવ્‍યા છે એના કરતા પણ ઓછો પગાર આપવામાં આવે છે. જેથી અમને પણ પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલ દરો મુજબ પગાર મળવો જોઈએ એવી અમારી માંગ છે. આ કામદારો લેબર ઓફિસમાં પહોંચી લેબર ઓફીસરને પણ લેખિત રજૂઆત કરી હતી. લેબર ઓફીસરે કંપનીના કામદારોને એક અઠવાડિયામાં પ્રશ્નનો યોગ્‍ય ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી અને કામદારોને હડતાલ બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી.

Related posts

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

વલસાડ પાલિકાના સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષમાં નવરાત્રિ મેળાનો શુભારંભ

vartmanpravah

પિપરિયા પર હુમલો : …અને માતૃભૂમિના એક પ્રદેશ પર લાગેલું વિદેશી સત્તાનું ગ્રહણ દૂર થયું

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

વલસાડમાં એસ.ટી. બસે ટક્કર મારેલા બનાવમાં બાઈક સવાર દંપતિમાંથી પતિનું સારવારમાં મોત

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

Leave a Comment