April 18, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા માંડવાના ઘાટ ઉપર કન્‍ટેનર પલટી જતા બાઈક ચાલક કચડાઈ જતા મોત નિપજ્‍યું

ગોઠણ ગામનો લક્ષ્મણ હરીભાઈ ગબાડી બાઈક ઉપર કપરાડાથી નાનાપોંઢા જઈ રહેલ ત્‍યારે મોત ભેટયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: કપરાડાના ઘાટ એટલે મોતના ઘાટ બની રહ્યા છે. પ્રતિ સપ્તાહે આ ઘાટો ઉપર ગોઝારા અકસ્‍માત બનતા રહ્યા છે. આજે શુક્રવારે વધુ એક અકસ્‍માત સર્જાયો હતો. ઘાટ ઉપર બાઈક સવાર ટારકુન ફળીયા નજીકથી યુવાન પસાર થતો હતો ત્‍યારે બંધ બોડીનું કન્‍ટેનર અચાનક પલટી મારી જતા બાઈક સવાર યુવાનનું કન્‍ટેનર નીચે કચડાઈ જતા ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.
કરુણ અકસ્‍માતની પ્રાપ્ત વિગતો મુજબ કપરાડા ગોઠણ ગામનો યુવાન લક્ષ્મણ હરીભાઈ ગબાલી તેની બાઈક નં.જીજે 15 એએન 5583 ઉપર સવાર થઈ આજે સવારે કપરાડાથી નાનાપોંઢા જવા નિકળ્‍યો હતો પરંતુ મોત તેની રાહ જોઈ બેઠયુ હતું. ટારકુન ફળીયા ને.હા.848 થી પસાર થઈ રહ્યો હતો ત્‍યારે કન્‍ટેનર નં.આર.જે. 11 જીએ ના ચાલકે સ્‍ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કન્‍ટેનર અચાનક પલ્‍ટી મારી ગયું હતું. જેમાં બાઈક સવાર ઉપર પડતા બાઈકચાલક લક્ષ્મણ ગબાલી કચડાઈ ગયો હતો. આ કરુણ અકસ્‍માતમાં તેનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. પોલીસે કન્‍ટેનર ચાલક શિવચરણ રહે.એમ.પી.ની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

ભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

દમણ-દીવની સેવા સંસ્‍થા ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના પ્રમુખ તરુણાબેન પટેલની આગેવાની હેઠળ દીવના વણાંકબારા અને સાઉદવાડી ગ્રા.પં.ની સ્‍વસહાય જૂથની મહિલાઓને સિલાઈ મશીનોનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણની સૌથી જૂની સંસ્‍થા ‘‘શ્રી દમણ જિલ્લા સહકારી ભંડાર”ની 61મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

Leave a Comment