Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

કોરોના થીમ પર બનાવ્‍યા ગણેશજી: છેલ્લા 11 વર્ષથી ઈકો ફ્રેન્‍ડલી, વેસ્‍ટમાંથી બેસ્‍ટ તથા અવનવી થીમ દ્વારા ગણેશ સ્‍થાપના કરી શહેરમાં રહે છે અવવલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશજીની સ્‍થાપનાનો ટ્રેડ બદલાયોછે. ગણેશ મંડળો હવે માટીના ગણેશજીના બદલે પ્‍લાસ્‍ટિક ઓફ પેરિસની બનાવટની મોટી ગણેશજીની મૂર્તિનું સ્‍થાપના કરી રહ્યા છે. પરંતુ કેટલાક મંડળો પરંપરા જાળવી રાખી હજુ પણ માટીના બનેલ ગણેશજીની સ્‍થાપના કરી પોતાની સુજબુઝ અને કળા દ્વારા સમાજમાં કંઈક અલગ સંદેશ ગણેશ સ્‍થાપના દરમ્‍યાન આપવાની કોશિશ કરતા હોય છે.
પારડી સ્‍વાધ્‍યાય મંડળ ખાતે આવેલ સાર્વજનિક નવયુવક મિત્ર મંડળ છેલ્લાં 30 થી 35 વર્ષ થી ગણેશજી ની સ્‍થાપના કરતું આવ્‍યું છે સાથે સાથે છેલ્લા આઠ વર્ષથી મંડળના યુવકોની સૂઝબૂઝ અને કલાકારીથી સમાજમાં કંઈક અલગ મેસેજ આપવાના હેતુસર દર વર્ષે કંઈક અલગ પ્રકારના ગણેશની સ્‍થાપના કરી નગરમાં આગવું સ્‍થાન મેળવ્‍યું છે.
આ મંડળ દ્વારા 2013 માં ઇકો ફ્રેન્‍ડલી ને ધ્‍યાન માં રાખી વડવાઈના ગણેશજી બનાવ્‍યા હતા ત્‍યારબાદ 2014 માં સોપારી ના , 2015 માં ગાય માતાનું છાણ માટી અને ઘાસના, 2016 માં વેસ્‍ટમાંથી બેસ્‍ટની થીમ પર સાયકલના સ્‍પેર પાર્ટ્‍સના, 2017 માં ફૂલોના, 2018 માં સંગીતના સાંધનોના, 2019 માં રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્‍તુઓ ના ગણેશજી બનાવી પારડી તથા આજુબાજુના વિસ્‍તારોમાં એક આગવી છાપ છોડી ગણેશ મંડળોમાં અવવલ રહ્યું હતું. ત્‍યારબાદ બે વર્ષ કોરોના ને લઈ મોટાપાયે ગણેશસ્‍થાપના કરવામાં આવી ન હતી પરંતુ કોરોના શાંત પડવાથી તંત્ર દ્વારા છૂટછાટ મળવાને લઈ ફરી એકવાર તમામને તહેવાર ઉજવવાની છૂટ મળી છે.
પોતાની કલાગીરી દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર ગણેશજીની સ્‍થાપના કરી સમાજમાં આગવુ સ્‍થાન મેળવનારા સ્‍વાધ્‍યાય મંડળના સાર્વજનિક નવયુવક મિત્ર દ્વારા આ વર્ષે ફરી એકવાર કોરોના થીમ પર ગણેશજીની સ્‍થાપના કરી નગરમાં આગવું સ્‍થાન પ્રાપ્ત કર્યું છે. કોરોના દરમ્‍યાન હોસ્‍પિટલ દ્વારા ઉપયોગમાં લેવાતા દરેક સાધાનો, દવાઓ, ઓક્‍સિજનના બાટલાઓ, કોરોના કીટ, એમ્‍બ્‍યુલન્‍સ જેવી દરેક ચીજવસ્‍તુઓ દર્શાવી કોરોના ગયો નથી અને હજુ પણ આપણે સૌ એ કોરોનાથી સાવચેતી રાખવાની હોવાનો સુંદર અને કલાત્‍મક રીતે દર્શાવીને મેસેજ આપ્‍યો છે.

Related posts

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શરૂ કરેલો વિધિવત પ્રચાર અભિયાન

vartmanpravah

ચૂંટણીને લઈ પાતલીયા ચેક પોસ્‍ટ ખાતે સંઘપ્રદેશમાંથી આવતા તમામ શંકાસ્‍પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ પદેથી અધવચ્‍ચે બાબુભાઈ(વિકાસ) પટેલને ખસેડવા ભાજપ હાઈકમાન્‍ડે કરેલા ‘ખેલા’નું પુનરાવર્તન નવી પસંદગીમાં તો નહીં થાય ને…?

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ખાનવેલ વિસ્‍તારના યુવાનોએ ધારણ કર્યો ભાજપાનો ખેસ

vartmanpravah

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

Leave a Comment