Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ. આર. ચમારિયા કોમર્સ કૉલેજમાં ચર્ચાસભાના ઉપક્રમે શિક્ષક દિનની ઉજવણીના આ કાર્યક્રમન પ્રારંભે ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. એસ.યુ.પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડૉ. રાધાકૃષ્ણન સર્વપલ્લી વિશે ઈશા રોહિતે સરસ રીતે વાતો રજૂ કરી હતી. પ્રા. ડૉ. અલકાબેન પટેલે એક પ્રેરક ગીત ગાયું હતું. મોટાપોંઢા કૉલેજ છેલ્લાં 4 વર્ષથી પૂર્વવિદ્યાર્થીઓ જેઓ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી કૉલેજનું નામ રોશન કરી રહ્યાં છે તેમને આમંત્રી શિક્ષક દિનની ઉજવણી કરે છે. આ કાર્યક્રમના ભાગરૂપે પ્રા. ડૉ. ધર્મેશ પટેલ (ગવર્મેન્ટ કૉલેજ, ભીલાડ), અજયભાઈ પટેલ (પ્રાથમિક શાળા, મોટાપોંઢા), ડૉ. મેઘના પટેલ (પ્રાથમિક શાળા, વાપી ટાઉન) ઉપસ્થિત રહ્યાં હતાં. તેમનાં વક્તવ્યમાં શિક્ષક દિનનો મહિમા, શિક્ષકોની ભૂમિકા તથા કૉલેજના સંસ્મરણો તાજા થયા હતા. તેમણે વિવિધ ઉદાહરણોથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રા.વી.એન. દેસાઈ તથા ડૉ. આશા ગોહિલના આયોજનમાં 40 જેટલાં વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા અદા કરી ઉમળકાભેર શિક્ષકદિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન ચર્ચાસભાના અધ્યક્ષશ્રી ડૉ. આશા ગોહિલ તથા પનીતા રોહિતે કર્યું હતું.

Related posts

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓએ ‘વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ ઓફ સક્‍સેસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્‍યું

vartmanpravah

કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્‍ણ જન્‍મોત્‍સવ

vartmanpravah

Leave a Comment