October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

મોદીએ કાફલો અટકાવી ભીડમાં ઉભેલી 13 વર્ષિય બાલીકાનું પ્રોટેટ સ્‍વિકાર્યુ : આગમન પહેલા એક શ્વાન અંદર આવી જતા સુરક્ષિત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની આસમાની લોકપ્રિયતા માટે તેમનો પ્રજા સાથેનો અતૂટ નાતો લોકોનો મનોભાવ પરખવાની વિચક્ષણ મનોભાવના છે કંઈક તેવી રોચક ઘટનાશનિવારે વાપી ચલામાં યોજાયેલ મેગા રોડ શો દરમિયાન જોવા મળી હતી.
દાભેલ ચેકપોસ્‍ટથી ગોલ્‍ડ કોઈન સર્કલ 600 મીટરના અંતરમાં વડાપ્રધાનને સત્‍કારવા-અભિવાદન પાઠવવા માટે રોડની બન્ને કતારોમાં ભરચક જનમેદની માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આ માનવ મહેરામણ વચ્‍ચે એક 13 વર્ષિય બાલીકા મોદીજીનું પ્રોટેટ લઈ ભેટ આપવા ઉભી હતી. વડાપ્રધાનની આંખે એ દૃશ્‍ય જોઈ લીધુ. તુરંત કાફલાને ક્ષણેક અટકાવી સુરક્ષા કર્મીને મોકલી બાળકી પાસેથી પ્રોટેટ મંગાવીને બાળકીનું દુરથી સસ્‍મિત અભિવાદન પાઠવ્‍યું હતું. ઉપસ્‍થિત સેંકડો લોકોમાં નરેન્‍દ્રભાઈની આ દુરદર્શિતા જોઈ પ્રગાટ અહોભાવ પ્રગટયો હતો. બીજી ઘટના એ ઘટી હતી કે વડાપ્રધાનનો કાફલો પ્રવેશવાની અંતિમ ક્ષણો હતી ત્‍યાં રોડ વચ્‍ચે એક શ્વાન આવી ગયો હતો. પબ્‍લીકને જોઈ ગભરાઈ ગયેલો, નિકળવુ હતું પણ મુંજવણ અનુભવતો હતો ત્‍યારે વાપી પાલિકાના ઉપપ્રમુખ અભય શાહ અને કાર્યકરોએ શ્વાન પકડવાની કોશિશ કરી પણ કરડવા આવતો હતો. અંતે અભય શાહે હેતથી પંપાળી શ્વાનને શાંત કર્યો. અન્‍ય એક કાર્યકરે કપડાથી મોઢુ બાંધીદીધુ અને શ્વાનને ઊંચકી સુરક્ષિત સ્‍થળે છોડી દેવાયો હતો.

Related posts

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણીની બેઠક મળી

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

ઉમરગામ સોળસુંબા પંચાયતનો ડે.સરપંચ અને હંગામી ક્‍લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

Leave a Comment