January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: રમત ગમત અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિ વર્તુળ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા રમતગમત કચેરી આયોજિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવના તાલુકામાં પ્રથમક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ કળતિમાં ભાગ લીધો હતો. જે પૈકી 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કરી જિલ્લામાં ડંકો વગાડ્‍યો છે.
વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવના પ્રથમક્રમે વિજેતા બનેલામાં સ્‍પર્ધકોમાં તનીશ્‍કા પંકજ આમ્‍બેકર કથ્‍થક નૃત્‍યમાં, દિવ્‍યા વાઘમશી અને તેનું વૃંદ લગ્નગીતમાં, નિશાંત પ્રવિણભાઈ પ્રજાપતિ હાર્મોનિયમ વાદનનો સમાવેશ થાય છે. બીજાક્રમે વિજેતામાં વિધિ જીગ્નેશભાઈ સંચનીયા એકપાત્રીય અભિનયમાં, શેતલ ભરતભાઈ દેસાઈ એકપાત્રીય અભિનયમાં, ક્રિષા એન. રાજપૂત અને તેનું વૃંદ ગરબામાં, ધ્રુવ સુજીતકુમાર સોમ ઓરગન વાદનનો સમાવેશ થાય છે.ત્રીજાક્રમે વિજેતામાં સાઈશુભમ બિસ્‍વાલ સુગમસંગીત, અનુષ્‍કા વિજય જાધવ દુહા, ચોપાઈ છંદનો સમાવેશ થાય છે. પ્રથમક્રમે વિજેતા થનાર હવે પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરશે.
આ સિદ્ધિ બદલ તમામ વિજેતાઓને શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી બાબુભાઈ સોડવડીયા તથા કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે, આચાર્ય ચંદ્રવદન પટેલ, આચાર્ય શ્રીમતી મિનલ દેસાઈ, આચાર્ય આશા દામા, આચાર્ય રીનાબેન દેસાઈ, આચાર્ય દક્ષાબેન પટેલ, આચાર્ય નીતુ સિંગ અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

Leave a Comment