(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્સિપલ ડૉ. દિપક ધોબીના અધ્યક્ષસ્થાને ડૉ. હરદીપ ખાચર દ્વારા એન્ટી-રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એન્ટિ-રેગિંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી શ્ઞ્ઘ્ (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) અને સેન્ટર ફોર યુથ (ઘ્4ળ્) પહેલમાં ભાગ લીધો હતો. ડૉ. હરદીપ ખાચરે વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓને એન્ટિ-રેગિંગ વિષય પર શ્ઞ્ઘ્ અને પ્ણ્ય્ઝ, ભારત દ્વારા નિર્દેશિત એક ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અન્ય સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.