September 12, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

ધરમપુર કેળવણી ગામથી વાનમાં બેસી ચાર યુવાનો દમણ નોકરી જતા હતા : સેલવાસ પાર્સીંગની વાન ભટકાતા અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ધરમપુરના કેળવણી ગામથી નિયમિત વાનમાં બેસી નોકરી જતા ચાર યુવાનોની વાન સાથે ઓરવાડ પરીયા રોડ ઉપર સામે આવતી વાન ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ચાર યુવાનો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા.
ધરમપુર કેળવણી ગામમાં રહેતો આશિષ જયરામ પટેલ દમણ ઝુબેલ કંપનીમાં નોકરી જવા આજે શુક્રવારે સવારે વાન નં.જીજે 15 સીબી 8614માં સાથે કામ કરતા અન્‍ય ત્રણ યુવાનો સાથે નિકળ્‍યા હતા. પરીયા ઓરવાડ રોડ ઉપર ક્‍વોરી નજીક સામે આવી રહેલ ડી.એન.09 એચ 0692ના ચાલકે પુરઝડપે આવી વાન સાથે અથડાઈ હતી. અકસ્‍માતમાં ધરમપુરના હિતેશ બાબલાભાઈ, ભગુભાઈ ગાવિત નરેન્‍દ્ર જીતેશ ગારીયા અને આશિષ એમ ચારેય ઘાયલ થયા હતા. તમામને મોહન દયાળ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આશિષે અકસ્‍માત કરી ભાગી છુટેલ સેલવાસ પાસીંગના કાર ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

મારી માટી-મારો દેશ અભિયાનઃ વલસાડમાં નવી પહેલ, ધરાસણાના સખી મંડળને દીવા અને કળશ થકી આજીવિકા મળી

vartmanpravah

ઉદવાડા ગામમાં ચિકનની લારી પર ગ્રાહક અને લારી માલિક વચ્‍ચે મારામારી

vartmanpravah

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

વાપીમાં ગેરેજમાં રિપેરીંગ બાદ કાર પેટ્રોલ ભરાવા ગઈ ત્‍યારે અચાનક પમ્‍પ ઉપર આગ લાગી

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્‍ય સભા સાથે હોલ અને જન વિશ્રામ કુટીરનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પ્રાથમિક આચાર્યનું એક નવું કારનામું શિક્ષક આઈ કાર્ડ કૌભાંડ

vartmanpravah

Leave a Comment