August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 16
વલસાડ તારીખ 15 વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે આગામી તા.20/03/2022ના રોજ બપોરે 12:15 કલાકે વલસાડ ખાતે કોળી પટેલ સમાજની વાડીમાં સમસ્‍ત કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુક યુવક-યુવતી ઓનો પરિચયમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ગુજરાતના ખેતી વાડી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના રાજ્‍યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહેશે.
આ પરિચય મેળાની જાણકારી આપતા વલસાડ કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને ભાજપના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ કે. પટેલે જણાવ્‍યું છે કે વલસાડ અને સમસ્‍ત ગુજરાત સહિત દેશ-વિદેશમાં કોળી પટેલ સમાજ ફેલાયેલો છે.
કોળી પટેલ યુવક યુવતીઓને લગ્ન માટે યોગ્‍ય પાત્ર માળે વિશાળ તક મળી રહે તે માટે વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા સમસ્‍ત કોળી પટેલ સમાજના યુવક-યુવતીઓનો પસંદગી મેળાનું વિના મુલ્‍ય આયોજન કરેલ છે. જેમાં મોટી સંખ્‍યામાં લગ્નોત્‍સુક યુવક-યુવતીઓ ભાગ લેનાર છે.
વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા લગ્નોત્‍સુક યુવક યુવતીઓના વાલીઓ તરફથી નોંધણી કરાવેલ નામોની વિગતો દર્શાવતી પુસ્‍તિકા પણ તૈયાર કરવામાં આવી છે જે પરિચય મેળાના દિવસે સમારંભના સ્‍થળેથી મળી શકશે. આ કાર્યક્રમમાં સમાજના યુવક-યુવતીઓને પ્રોત્‍સાહીત કરવા માટે ગુજરાત સરકારના રાજ્‍યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપનાર છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના ઉપપ્રમુખ શ્રી શશીભાઈ પટેલ, પરિચય મેળાના કન્‍વીનર અને મંડળના સહમંત્રી શ્રી રોહિતભાઇ પટેલ,મંત્રીશ્રી રામુભાઇ પટેલ, તથા સહ કન્‍વીનર શ્રી ભરતભાઇ પટેલ તથા કારોબારી સમિતિના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

vartmanpravah

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

vartmanpravah

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટમાં વાપી હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

vartmanpravah

દીવ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલત યોજાઈઃ કુલ 25 કેસોનું થયેલું સુખદ સમાધાન

vartmanpravah

Leave a Comment