Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના રખોલીમાં પ્રેમી પંખીડાએ કરેલા આત્‍મહત્‍યાના પ્રયાસમાં યુવાનનો ઉગારોઃ યુવતીનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: દાદરા નગર હવેલીના રખોલી ગામે એક યુવાન અને યુવતીએ ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યાનો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતિનું મોત થયું હતું જ્‍યારે યુવાનનો જીવ બચી પામ્‍યો હતો. યુવાનને સારવાર અર્થે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. ખાનવેલ ગામનો છોકરો અને રખોલીની છોકરી બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ હતા. જેઓના પરિવાર તેઓની સગાઈ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ બન્ને સગીર હોવાને કારણે તેમના લગ્ન હાલમાં થઈ શકે એમ ન હતું. આ બન્ને છોકરા-છોકરીએ સાથે જ રખોલી ગામે જંગલ વિસ્‍તારમાં એક ઝાડ પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈને આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો જેમાં છોકરીનું મોત થયું હતું જ્‍યારે યુવાન બચી ગયો હતો.
આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં પીએસઆઈ શ્રી નિલેશ કાટેકર અને એમની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને છોકરીની લાશનો કબ્‍જો લઈ પોર્સ્‍ટમોર્ટ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. મોતના મુખમાંથી ઉગરેલ છોકરાને પ્રાથમિક સારવાર માટે દવાખાને ખસેડાયો હોવાનું જાણવા મળે છે. આઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

Related posts

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રી મહોત્‍સવની ધૂમધામથી ઉજવણી

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

Leave a Comment