April 27, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
(સંજય તાડા દ્વારા)
વાપી, તા.14: વલસાડ જિલ્લાના કપરાડાતાલુકા પંચાયતની કચેરીમાં વિવિધ માંગણીઓ સાથે કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
ગુજરાત સરકાર આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી જાહેર કરે અન્‍યથા લઘુત્તમ વેતન કાર્યકર બહેનોને 21000/- તથા હેલ્‍પર બેનને 15000/- આપવામાં આવે. કાર્યકર તેમજ હેલ્‍પર બેનને બઢતીથી પ્રમોશન આપવામાં આવે તથા ઉંમરનો બાધ દૂર કરી સીધું પ્રમોશન આપવામાં આવે તથા સીધી ભરતીમાં ગ્રેજ્‍યુએશન થયેલી બહેનોને સીધુ પ્રમોશન ગણી સુપરવાઇઝરમાં પ્રમોશન આપવામાં આવે. મોબાઇલ કે રજીસ્‍ટરમાંથી કોઈપણ એક વાપરવામાં આવે તથા રજીસ્‍ટર અને સ્‍ટેશનરી ખર્ચ સરકાર દ્વારા ચુક્‍વવામાં આવે તથા મોબાઈલ સાથેની કામગીરીમાં નેટવર્ક પ્રોબ્‍લેમ થતા હોય સારી ક્‍વોલિટીના ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ આપવામાં આવે તથા દર મહિને રિચાર્જના નાણા સીધા જમા કરવામાં આવે અન્‍યથા બિલ્‍ડીંગ બીલીંગ દાખલ કરી ડાયરેકટ બિલ સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવે. આંગણવાડી હાલ માનદવેતન હોય તો માનવતના ચાર કલાકથી વધુ કામ ન લેતા સમયમાં ફેરફાર કરી 10.00 થી 2.00 કલાક કરવામાં આવે. બાળકોને નાસ્‍તો આપવા માટે તથા લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ દ્વારા પોષણઆપવા માટે ફૂટબીલ નો તમામ ખર્ચ હાલ વર્કરના ફરજમાં જતો હોય જે તાત્‍કાલિક દૂર કરી સરકાર દ્વારા જે તે વિગતનું બિલ એડવાન્‍સ ચૂકવવામાં ગેસ રીફીલ, દરામણ, ફ્રૂટ બિલ વિગેરે આવે જેવા કે ગરમ નાસ્‍તાનુ, આપવામાં આવે. મીની આંગણવાડીને રેગ્‍યુલર તરીકે સમાવવામાં આવે જેથી ફરજ નિભાવવામાં સરળતા પડે આંગણવાડી તથા તેડાગર બહેનને સ્‍થાનિક વિસ્‍તારમાં ફેર બદલીનો લાભ આપવામાં આવે.
બહેનોને પોતાના સ્‍થાનિક ધોરણે પડતી તકલીફો સાંભળવા માટે અગાઉ મુજબ ગ્રિવીગ્‍સ કમિટીની રચના કરવામાં આવે જેથી જિલ્લા સ્‍તરે નિવારણ લાવી શકાય તથા રાજ્‍ય લેવલે અમોને દર ત્રણ મહિને સાંભળવામાં આવે. સરકાર પાસે શકય હોય એટલા જલ્‍દી માંગ પુરી પાડવામાં માટે વિનંતી કરી છે.

Related posts

એલ. એન્‍ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્‍યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડની કકવાડી પ્રા. શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ એનાયત

vartmanpravah

દાનહ અને દમણમાં ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ધરમપુરના સજની બરડા ગામે હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment