Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાનહ અને દમણ-દીવમાં 29મી નવે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દારૂબંધી

  • બીજા ચરણમાં તા.3ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યાથી 5 ડિસે.ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દાનહ અને દમણ-દીવમાં દારૂનું વેચાણ અને પિરસવા ઉપર રહેનારો પ્રતિબંધ

  • શરાબ શોખીન પ્રવાસીઓએ દારૂબંધીના સમયગાળા દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવનો પ્રવાસ ટાળવો તેમના હિતમાં રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રથમ ચરણની ચૂંટણી માટે તા.29મી નવેમ્‍બરના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસેમ્‍બર, 2022ના સાંજે 5:00 વાગ્‍યા સુધી દારૂની ડિસ્‍ટીલરીઓ, બ્રેવરી, દારૂના હોલસેલ, છૂટક અને બાર અને રેસ્‍ટોરન્‍ટમાં વેચાણ અને દારૂ-બિયરને પિરસવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.
ગુજરાત વિધાનસભાની બીજા ચરણની ચૂંટણી માટે તા.3 ડિસેમ્‍બરના સાંજે 5:00 વાગ્‍યાથી પાંચમી ડિસેમ્‍બરના સાંજે 5:00 વાગ્‍યા સુધી આ ફરમાન જારી રહેશે.
મત ગણતરીના દિવસે 8મી ડિસેમ્‍બર, 2022ના રોજ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંપૂર્ણ દારૂબંધી રહેશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાનીચૂંટણીને લઈને 29મી નવેમ્‍બરના સાંજે 5:00 વાગ્‍યાથી 1લી ડિસેમ્‍બરના સાંજે 5:00 સુધી અને 3 ડિસેમ્‍બરના સાંજે 5:00 થી 5 ડિસેમ્‍બરના સાંજે 5:00 વાગ્‍યા સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દારૂબંધી રહેવાની છે. શરાબ રસિકોએ પોતાનો ક્‍વોટા દારૂબંધી લાગવા પહેલાં અને વચ્‍ચે તા.1લી ડિસેમ્‍બરના સાંજે 5:00 વાગ્‍યાથી અથવા 2 ડિસેમ્‍બરના રોજ લઈ લેવો પડશે. શરાબ શોખીન પ્રવાસીઓએ દારૂબંધીવાળા દિવસોએ દાદરા નગર હવેલી અને દમણ-દીવનો પ્રવાસ ટાળવો તેમના હિતમાં રહેશે.

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની સરહદ ઉત્તર ગુજરાત અને મધ્‍ય ગુજરાત સાથે જોડાયેલી નથી ત્‍યારે બીજા ચરણની ચૂંટણી દરમિયાન પ્રદેશમાં જાહેર કરેલ દારૂબંધી સુસંગત નહીં હોવાનો મત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના એક્‍સાઈઝ વિભાગ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક્‍સાઈઝ ડયુટી રૂલ્‍સ 111 રૂલના પેટા રૂલ 4 અંતર્ગત જાહેર કરવામાં આવેલ દારૂ-બિયરના વેચાણ, વિતરણ અને સર્વિસ સંબંધના નોટિફિકેશનમાં બીજા ચરણની ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુખ્‍યત્‍વે મધ્‍ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે. મધ્‍ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે દાદરા નગર હવેલીઅને દમણ-દીવના કોઈપણ જિલ્લાની સરહદ જોડાયેલી નથી. તેથી બીજા ચરણ માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જાહેર કરેલ દારૂબંધી સુસંગત દેખાતી નથી.

Related posts

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

મોતીવાડા રેપ વીથ મર્ડરના સિરિયલ કિલરે આચરેલા ગુનાઓ જ એને જીવન આપી રહ્યા છે

vartmanpravah

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

vartmanpravah

Leave a Comment