December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

9.90 કરોડના ખર્ચે 18 પોઈન્‍ટ સાથે બે માળની બિલ્‍ડીંગ નિર્માણ પામશે: હાલની કોર્ટનું પારડી કોટલાવ સ્‍થિત ખેતીવાડી કચેરી બિલ્‍ડિંગમાં કામચલાઉ સ્‍થળાંતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: કિલ્લા પારડી ખાતે આવેલ તાલુકા કોર્ટ બિલ્‍ડીંગ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોય અને ચોમાસા દરમિયાન પાણી ટપકવાને લઈ છતનો અમુક ભાગ પણ પડી જતા આ અંગેની રજૂઆત પારડી કોર્ટ વકીલ મંડળ દ્વારા પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈને કરાતા તેઓએ પણ સ્‍થળ નિરીક્ષણ કરી આ કોર્ટ બિલ્‍ડીંગની પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો.
છેલ્લા ઘણા સમયથી જર્જરીત આ કોર્ટ બિલ્‍ડીંગની 2018માં દરખાસ્‍ત કરી હોવા છતાં ધ્‍યાને ન આવતા. હાલમાં બિલ્‍ડીંગ વધુ જર્જરીત બનવા પામી હતી પરંતુ પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ નાણામંત્રી બનતા અને પારડી વકીલ મંડળના ભરતભાઈ પટેલ સહિત અન્‍ય વકીલ સભ્‍યો પણ વારંવાર ગાંધીનગર જઈ વહીવટી વિભાગ, બાંધકામ વિભાગ, કાયદા વિભાગ તથા અન્‍ય સંલગ્ન વિભાગોમાં આ જર્જરીત બિલ્‍ડીંગને લઈ રજૂઆત કરાતા હાલના બજેટ દરમિયાન પારડી ખાતેનવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગ બનાવવા માટે 9.90 કરોડની મંજૂરી મળી ગઈ છે જેને લઈ ટૂંક સમયમાં આ જજરીત થયેલ પારડી કોર્ટ બિલ્‍ડીંગને દૂર કરી આ જ સ્‍થળે 18 પોઈન્‍ટ વાળી બે માળની નવી બિલ્‍ડીંગ ટૂંક જ સમયમાં નિર્માણ પામશે અને હાલ કામચલાઉ રીતે અત્‍યારની કોર્ટનું કામકાજ પારડી કોટલાવ સ્‍થિત ખેતીવાડી કચેરી બિલ્‍ડિંગમાં સ્‍થળાંતર થઈ ત્‍યાંથી કોર્ટનું કામકાજ ચાલશે.
આજરોજ પારડી તાલુકા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ સહિત ઉપપ્રમુખ હિતેશ એમ. પટેલ, સેક્રેટરી હિતેશ આર. પટેલ, સિનિયર વકીલ પ્રશાંત દેસાઈ, અશ્વિન દેસાઈ, દિનેશ મપારા, માંગીલાલ પુરોહિત, રોનક રાણા, મનોજ પટેલ સહિત મોટી સંખ્‍યામાં વકીલોએ ઉપસ્‍થિત રહી ખુશી વ્‍યક્‍ત કરી આ તબક્કે આ નવી બિલ્‍ડીંગ બનાવવાની મંજૂરી માટે સહકાર આપનારા સૌનો આભાર માન્‍યો હતો અને પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈનો પણ આ તબક્કે સૌ વકીલ મંડળો દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સેલવાસ સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા આવેલ કમલેશ યાદવ પાસેથી બે અજાણ્‍યા યુવકોએ યુક્‍તિ અજમાવી રૂા. વીસ હજાર લઈને ફરાર થયા

vartmanpravah

વલસાડ પોલીસ હેડ ક્‍વાટર્સ સહિતજિલ્લામાં 5 ફેસેલિટી સેન્‍ટરમાં પોલીસ વિભાગના કર્મચારીઓનું બેલેટ પેપર મતદાન યોજાયું

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

Leave a Comment