October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

  • સી-વિજીલ એપ્‍લીકેશન ગુગલ સ્‍ટોર અને પ્‍લે સ્‍ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે

  • સી-વિજીલ એપ્‍લીકેશનમાં ફરિયાદી પોતાની ઓળખ ગુપ્ત રાખી શકે છે અને ફરિયાદની પ્રગતિની નોંધ ટ્રેક કરી શકાય છે

  • જો કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષ કે વ્‍યક્‍તિ મતદારોને પ્રભાવિત કરવા માટે દારૂ-બિયરની વહેંચણી, પાર્ટી કે રોકડા રૂપિયા, સાડી, ઘરવખરીનો સામાન કે કોઈપણ પ્રકારની ચીજવસ્‍તુ આપતા દેખાય તો એપ મારફત ફોટો ક્‍લીક કરી અથવા વિડીયો બનાવી સીધો ચૂંટણી પંચને મોકલી શકો છો, તમારી ફરિયાદ ઉપર અડધા કલાકની અંદર કાર્યવાહી થવાની સંભાવના છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : લોકસભા ચૂંટણી – 2024માં કોઈપણ પ્રકારની ગરબડ નહીં થાય અને પારદર્શક ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવા માટે ચૂંટણીપંચ અને સંઘપ્રદેશ પ્રશાસન સક્રિય પ્રયાસ કરી રહ્યું છે. આ કડીમાં ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓને ચૂંટણી સંબંધી ગેરરીતિઓ અંગે ફરિયાદ કરવા માટે સી-વિજીલ એપ બનાવવામાં આવી છે.
સી-વિજીલ એપ દ્વારા કોઈપણજગ્‍યાએ દારુ-બિયરની થતી વહેંચણી કે પાર્ટી, મતદાતાઓને પ્રલોભન આપવા માટે વહેંચવામાં આવતા રૂપિયા, સાડી કે ઘરવખરી સહિત અન્‍ય સાધન-સામગ્રી વગેરેના સંદર્ભમાં એપ દ્વારા ફોટો ખેંચી અથવા વીડિયો બનાવી સીધી ચૂંટણી પંચને મોકલી શકાય છે. આ સી-વિજીલ મોબાઈલ એપ્‍લીકેશન સામાન્‍ય લોકોને ચૂંટણી સમયે થનારી કોઈપણ ક્ષતિ અથવા ઉલ્લંઘનની ફરિયાદ નોંધ કરવાની સુવિધા પ્રદાન કરે છે. આ એપ્‍લીકેશનનો ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા અને ન્‍યાયને પ્રોત્‍સાહન આપવાનો છે. એપ ઉપર નોંધાયેલ ફરિયાદ કંટ્રોલ રૂમમાં પહોંચશે અને તેના ઉપર તાત્‍કાલિક અસરથી તપાસ કરાશે અને ફરિયાદમાં બતાવવામાં આવેલ લોકેશનની આજુબાજુ ઉપસ્‍થિત અધિકારી સ્‍થળ ઉપર પહોંચશે અને અધિકારી 30 મિનિટની અંદર તેની તપાસ કરી રિપોર્ટ સંબંધિત સહાયક ચૂંટણી અધિકારીને આપશે.
આ ફરિયાદ કરનાર વ્‍યક્‍તિ એપ ઉપર પોતાના મોબાઈલ અને અન્‍ય જાણકારી નહીં આપી પોતાની ઓળખ ગુપ્ત રાખી શકશે. આ ઉપરાંત આ એપ ફરિયાદની પ્રગતિને પણ ટ્રેક કરશે, જેના કારણે ફરિયાદીઓ પોતાની ફરિયાદની સ્‍થિતિની પ્રગતિની માહિતી મેળવી શકશે. આ એપ્‍લીકેશન કોઈપણ વ્‍યક્‍તિ ગુગલ પ્‍લે સ્‍ટોર અથવા એપ સ્‍ટોરથી ડાઉનલોડ કરી શકે છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેકનાગરિકને સૂચિત કરવામાં આવે છે કે, સી-વિજીલ એપ્‍લીકેશનના માધ્‍યમથી તેનો ઉપયોગ કરી સરળતાથી ચૂંટણી સંબંધી ફરિયાદ દાખલ કરી શકાય છે.
અત્રે નોંધનીય છે કે, આગામી લોકસભા ચૂંટણી નિષ્‍પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ કરાવવા માટે ચૂંટણી પંચ સક્રિય પ્રયાસરત છે. આ કડીમાં આ સી-વિજીલ એપ્‍લીકેશન સામાન્‍ય લોકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવવાની તરફનું એક પગલું છે. આ એક નવા ભારતની તરફ સામુહિક કદમ છે, જે જાહેર સુરક્ષા ન્‍યાય અને લોકતંત્રને મજબૂત કરવાનું લક્ષ્ય રાખે છે.

Related posts

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્‍યુ

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

Leave a Comment