April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીની પેપર મિલમાં વીજ શોક લાગવાથી કામદારનું કરુણ મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી જી.આઈ.ડી.સી.માં આવેલ એક પેપર મિલમાં આજે વીજ શોક લાગતા 22 વર્ષિય યુવાનનું કરુણ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબવાપી જી.આઈ.ડી.સી.માં આવેલ એન.આર. અગ્રવાલ નામની પેપર મિલમાં 22 વર્ષિય દિપ કુમાર ચીમનભાઈ પટેલ મેન્‍ટેનન્‍સ વિભાગમાં મિકેનિકલ હેલ્‍પર તરીકે ફરજ બજાવતો હતો. આજે ફરજ દરમિયાન દિપને વીજ કરંટ લાગતા ઈ.એસ.આઈ. હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્‍યાં તબીબોએ દિપને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક દિપ કુમાર વાપી પાસેના કોચરવા ગામનો રહીશ હતો તેમજ પરિવારમાં પિતાના અવસાન બાદ માતાનો એકમાત્ર સહારો હતો. અવસાનના સમાચારથી માતા ઉપર વ્રજઘાત થયો હતો. સમાચાર મળતા પરિવારજનો હોસ્‍પિટલમાં દોડી આવ્‍યા હતા. તેમજ કંપની સંચાલકો સામે બેદરકારીના આક્ષેપ કર્યા હતા. મૃતક યુવકને સલામતિના કોઈ સાધન આપવામાં આવ્‍યા નહોતા. માતા અને પરિવારજનોએ યોગ્‍ય વળતરની માંગ કરી હતી.

Related posts

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 100 દિવસમાં ખેડૂતો પાસે 110.38 કિવન્‍ટલ બીજ ખરીદીનો 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ, 3 ખેડૂતોને રૂા.171089 ચૂકવાયા

vartmanpravah

ડાંગ જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્‌: આહવાના નડગખાડી ગામના આધેડને દીપડાએ ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

દાનહમાં 01 અને દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહી નોંધાયો

vartmanpravah

Leave a Comment