October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગાર્ડન નજીક રોડ ઉપર અચાનક વાછરડું આવી જતાં થયેલો અકસ્‍માત

બાઈક સવાર વાછરડાને બચાવવાના પ્રયાસમાં સર્જાયેલા અકસ્‍માતમાં નીચે પટકાતા પહોંચેલી ઈજા

જાગૃત નાગરિકો અને લોકો દ્વારા એકલા અટૂલા રખડતા મુંગા પશુઓ માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં મૂકદર્શકની મુદ્રામાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17 : દાદરા ગાર્ડન નજીક મેઈન રોડ પર યુવાન બાઈક ઉપર સવાર હતો તે સમયે અચાનક સામેથી વાછરડું આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં યુવાન બાઈક સાથે નીચે પટકાતા ઘાયલ થયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બાઈક સવાર યુવાન પીપરીયાથી દાદરાની કંપનીમાં ડયૂટી પર જઈરહ્યો હતો તે સમયે દાદરા ગાર્ડન નજીકથી પસાર થતી વખતે સામેથી અચાનક વાછરડું આવી ગયું હતું. વાછરડાને બચાવવાના પ્રયાસમાં બાઇકસવારે સાઈડ પરથી ટર્ન લેતા અને ઈમરજન્‍સી બ્રેક મારવા જતા બાઈક સાથે નીચે પટકાયો હતો. જેના કારણે ઘણી ઈજાઓ પણ થઈ હતી. આ ઘટના આજુબાજુના લોકોએ જોતા તેઓ દોડી આવ્‍યા હતા અને ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યો હતો. અત્રે નોંધનીય છે કે, સેલવાસ તેમજ આજુબાજુના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં એકલા અટૂલા મુંગા પશુઓ જાહેર રસ્‍તાઓ ઉપર અડીંગો જમાવીને બેસતા હોય છે, જેના કારણે ક્‍યારેક ક્‍યારેક અચાનક અકસ્‍માતો સર્જાવાની ઘણી ઘટનાઓ બની છે જેમાં કેટલાક માણસોના તો કેટલાક પશુઓના પણ જીવ ગયા છે. લોકો દ્વારા વારંવાર જવાબદાર તંત્રને વિનંતીઓ અને અરજીઓ કરવામાં આવે છે કે, રસ્‍તા પર રખડતા ઢોરોને અંકુશમાં લેવા યોગ્‍ય પગલાં ભરવામાં આવે, પરંતુ આ બધું તંત્રને દેખાતું નહીં હોય એમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય એવું પ્રતિત થાય છે અને જેના કારણે વારંવાર નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

Related posts

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

vartmanpravah

દિવાળીમાં ચીખલી તાલુકામાં 3 અને નવસારી જિલ્લામાં 1પ ઈમરજન્‍સી 108 એમ્‍બ્‍યુલન્‍સ ખડેપગે સેવા બજાવશે

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ વકૃત્વ સ્પર્ધામાં ઝળકી

vartmanpravah

દાદરા ગામની હાઈમસ્ટ લાઈટ ઍક મહિનાથી અધવચ્ચે લટકી રહેતાં અકસ્માતની સંભાવના

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

Leave a Comment