December 1, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20: દાદરા નગર હવેલીના રખોલી ગામે એક દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી રોકડ રકમની ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત 17 સપ્‍ટેમ્‍બરના રોજ રખોલી પટેલપાડા સ્‍થિત સિંહ કિરાણા સ્‍ટોરના સિમેન્‍ટના શેડ તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ ચાર હજાર રૂપિયા લઈ બાદમાં દુકાનને આગ લગાડી અને કિરાણાના સામાન 30,850 રૂપિયાનો જેને પણ નુકસાન પહોંચાડી હતી.
આ ઘટના અંગેની ફરિયાદ દુકાનના માલિક આપી હતી જેના આધારે પોલીસે આઈપીસી 457, 380, 436, 427 મુજબ ગુનો નોંધી પીએસઆઈ શ્રી અનિલ ટીકે, શ્રી પીએસઆઈ શ્રી નિલેશ કાટેકર અને એમની ટીમે તપાસ હાથ ધરી હતી. આરોપી હિતેશ ઉર્ફે લાલુ મોહન પટેલ (ઉ.વ.23) રહેવાસી જરીપાડા- સાયલીની તા. 18 સપ્‍ટેમ્‍બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જેણેકબુલ કર્યું હતું કે એના મિત્ર જીતેશ પ્રવીણભાઈ પટેલ જે દુકાનના માલિક છે જેની ફરિયાદી સાથે વ્‍યક્‍તિગત દુશ્‍મની હતી જેથી બન્ને જણા મળીને આરોપી હિતેશ ઉર્ફે લાલુ મોહન પટેલની દુકાનમાં આગ લગાવી દીધી હતી. ત્‍યારબાદ પોલીસે આરોપી જીતેશ પ્રવીણભાઈ પટેલ(ઉ.વ.32)રહેવાસી રખોલી જેની પણ ધરપકડ કરવામાં આવી છે.

Related posts

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

દાનહઃ મસાટ ગ્રામ પંચાયત ખાતે ‘ગ્રામસભા’ યોજાઈ

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

Leave a Comment