(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.21: નવસારી વિદ્યાકુંજ સ્કુલમાં વિસ્પી કાસદ સ્કુલ ઓફ માર્શલ આર્ટસ દ્વારા આયોજીત ગુજરાત રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપ-૨૦૨૨ ની સ્પર્ધામાં નવસારી, કસ્બાપાર પડઘા ફળિયામાં રહેતા ભાઇઓ દેવર્ષ ચેતનકુમાર પટેલ અને ઉત્કર્ષ ચેતનભાઇ પટેલે ભાગ લીધો હતો.
દેવર્ષ ચેતનકુમાર પટેલે (અંડર-૫) ગુજરાત સ્ટેટ કાતા ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબર પર આવી ગોલ્ડમેડલ અને ગુજરાત સ્ટેટ કુમીતે ચેમ્પિયનશીપમાં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉત્કર્ષ ચેતનકુમાર પટેલ (અંડર-૧) બોયઝ કેટેગરીમાં ત્રીજા ક્રમે આવી બ્રોન્ઝ મેડલ મેળવી નવસારી શહેર અને પરિવારનું નામ રાજયકક્ષાએ ઝળહળતું કર્યુ છે.