January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

અકસ્‍માતમાં કલાકો ટ્રાફિક જામ રહેતા ત્રણ એમ્‍બ્‍યુલન્‍સ પણ ટ્રાફિકમાં અટવાઈ પડી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: કપરાડા-નાસિક રોડ ઉપર આવતો કુંભઘાટ અકસ્‍માત ઝોન બની ચુકેલો છે. સરેરાશ સપ્તાહમાં બે ઉપરાંત અકસ્‍માતની ઘટનાઓ નિરંતર ઘટતી જ રહે છે. આજે કુંભઘાટના જોખમી વળાંકોમાં ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટીમારી ગઈ હતી. અકસ્‍માતને લઈ કલાકો ટ્રાફિક જામ રહ્યો હતો.
કપરાડા-નાસિક સ્‍ટેટ હાઈવે ઉપર આવતો કુંભઘાટ એટલો બધો જોકમી વળાંક અને ઢોલાવો વાળો રોડ હોવાથી અવાર-નવાર ટ્રક પલટવાના કે ભટકાવાના વારંવાર બનાવો બનતા રહે છે. આજે મંગળવારે કુંભઘાટ ઉપર સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. તેથી વાહનોની કતારો લાગી જતા ટ્રાફિક સર્જાયો હતો. ટ્રાફિકમાં ત્રણ એમ્‍બ્‍યુલન્‍સ પણ ફસાઈ ગઈ હતી. કપરાડા પોલીસે બે ક્રાઈનની મદદથી ટ્રકને સાઈડીંગ કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો. કુંભઘાટ માટે આવી ઘટનાઓનો રોજીંદો ક્રમ બની ચૂક્‍યો છે.

Related posts

દમણ ઈન્‍ડ. એસો.ના નવનિયુક્‍ત પ્રમુખ પવન અગ્રવાલનું ઉષ્‍માભર્યું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

આજે છેવાડેના સામાન્‍ય લોકોનો સંઘપ્રદેશ પ્રશાસન પ્રત્‍યે વધેલો ભરોસો

vartmanpravah

સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment