Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ તિથલ બીચ ઉપર અજાણ્‍યા વૃધ્‍ધે આપઘાતની કોશિષ કરી

જીઆરડી જવાનો અને સહેલાણીઓએ વૃધ્‍ધને બચાવી સારવારમાં ખસેડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: જીવનની ઢળતી ઉંમરે ના જાણે શું મુસિબત આવી હશે કે વલસાડ તિથલ બીચ ઉપર વૃધ્‍ધે દરિયામાં ઝંપલાવી આપઘાતની કોશિષ કરી હતી. ઘટના આજે મંગળવારે બપોરે તિથલના દરિયા કાંઠે ઘટી હતી. આશરે 60 વર્ષિય અજાણ્‍યા વૃધ્‍ધે દરિયામાં આપઘાત કરવાની કરેલી કોશિષ બાદ સહેલાણીઓ અને જી.આર.ડી.ના જવાનોનું એકાએક ધ્‍યાન જતા વૃધ્‍ધને ઉગારીને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સિવિલમાં સારવાર માટે ખસેડયો હતો.
આજે મંગળવારે બપોરે તિથલ દરિયા કિનારે એક અજાણ્‍યા વૃધ્‍ધે પહેરેલા કપડે દરિયામાં મોતની છલાંગ લગાવી દીધી હતી. સ્‍થાનિક ફેરીયા અને સહેલાણીઓનું ધ્‍યાન જતા જી.આર.ડી. જવાનો સહિત બધા દોડી ગયા હતા અને વૃધ્‍ધને હેમખેમ બહાર કાઢી 108 દ્વારા સિવિલમાં સારવાર માટે ખસેડયા હતા. સી.ટી. પોલીસે વૃધ્‍ધને ઓળખ કરવાની વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આજે દમણમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ભવ્‍ય રોડ શોઃ દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટનારી હજારોની જનમેદની

vartmanpravah

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલીના કુકેરી વાત્સલ્યધામ નજીક ખેતરમાં દીપડો લટાર મારતો જાવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment