October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નેશનલ લોક અદાલતના દિવસે પારડી કોર્ટ ખાતે થયું લોક અદાલતનું આયોજન

જુનિયર વકીલોની 15 દિવસની મહેનત રંગ લાવતા 1000 કેસોમાંથી 700 થી વધુ કેસોનું થયું સુખદ સમાધાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: સમગ્ર ભારત ભરમાં 14 મી સપ્‍ટેમ્‍બરના રોજ સુપ્રીમ કોર્ટ તથા કાનુની સેવા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત પારડી કોર્ટ ખાતે પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પારડી વકીલ મંડળના તમામ વકીલો તથા ખાસ જુનિયર વકીલ ભાઈઓ-બહેનોએ સતત 15 દિવસ મહેનત કરી આ લોક અદાલત સફળ બનાવી હતી.
આ લોક અદાલતમાં સ્‍ટેટ બેંક, પંજાબ બેંક, બેંક ઓફ બરોડા, ગ્રામીણ બેંક, જીઇબી તથા સિવિલ અને ફોજદારીના કેસો મળી કુલ 1,000 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં 700 થી વધુ કેસોનું સુખદ સમાધાન થતા લોક અદાલત એટલે કોઈનો વિષય નહીં કોઈનો પરાજય નહીં યુતી સાચી ઠરી હતી.
આ લોક અદાલતમાંપારડી કોર્ટના વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા સિનિયર વકીલ એવા દિનેશભાઈ શાહે જણાવ્‍યું હતું કે, હંમેશા વલસાડ જિલ્લામાં યોજાતી લોક અદાલતમાં પારડી કોર્ટને સૌથી વધુ સફળતા મળતી આવી છે તેવી જ રીતે આ વર્ષની આ પાંચમી લોક અદાલતમાં પણ 1000 કેસોમાંથી 90 ટકા કેસોનું સુખદ સમાધાન થતા પક્ષકારોએ કોર્ટમાં ખાવા પડતા ધક્કા, વકીલોની ફી, આવવા જવાનો સમયની સાથે ખર્ચનો પણ બચાવ થતાં એક જ દિવસમાં કેસોનો સુખદ નિકાલ થતા આ લોક અદાલત ખૂબ સુખમય અને સફળ રહી હતી.

Related posts

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરી ખાતે ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો પ્રારંભ

vartmanpravah

દાનહમાં રાંધા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમીનું કરાયેલું વાસ્‍તુપૂજન

vartmanpravah

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

અનંત ચૌદસના દિવસે પારડીમાં 40 થી વધુ મંડળો દ્વારા ગણેશ વિસર્જન કરાયું

vartmanpravah

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

Leave a Comment