October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

દોષિતો સામે સત્‍વરે કાયદાકીય પગલાં નહિ ભરવામાં આવે તો વધુ આક્રમક કાર્યક્રમો આપવાની ચિમકી પણ ઉચ્‍ચારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી લાયન્‍સ ગાર્ડન પાસેથી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી શૈલેષ પટેલની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રીઈશ્વરભાઈ, અગ્રણી શ્રી વલ્લભભાઈ દેશમુખ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી ભીખુભાઈ ગરાસિયા, મહિલા મોરચાના શ્રીમતી ભાવનાબેન તથા શ્રીમતી ભાવીનીબેન સહિતનાની આગેવાનીમાં સૂત્રોચ્‍ચાર અને ધારાસભ્‍ય શ્રી અનંત પટેલને ન્‍યાય આપો, ન્‍યાય આપો, ભાજપ તેરી દાદાગીરી નહિ ચલેગી, નહિ ચલેગી, આવાઝ દો હમ એક હૈ જેવા સૂત્રોચ્‍ચાર સાથે રેલી કાઢી ચીખલી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્‍યું હતું. જેમાં જણાવ્‍યાનુસાર ભાજપના નેતાઓ તેમના છેલ્લી ઘડીના પ્રયાસો કરીને પ્રજા ઉપર ધાક જમાવવા હવાતિયાં મારી રહ્યા છે. તેના બોલતા પુરાવારૂપ ઘટનામાં શનિવારે કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્‍ય શ્રી અનંત પટેલ પર ઘાતક હુમલો કરવામાં આવ્‍યો છે. કોંગ્રેસ ઘટનાને સખત શબ્‍દોમાં વખોડી તાકીદ કરે છે કે આવી ઘટના સાંખી લેવામાં આવશે નહિ શ્રી અનંત પટેલના નિヘતિ વિજયને સાંખી નહિ શકતા કથિત રીતે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભીખુ આહીર દ્વારા ધારાસભ્‍ય શ્રી અનંત પટેલ પર હિંચકારો હુમલો કરવામાં આવ્‍યો છે. આ ઘટના અંગે તાકીદે તપાસ હાથ ધરીને દોષીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, દોષીતો સામે સત્‍વરે કાયદાકીય પગલા નહિ લેવામાં આવે તોકોંગ્રેસ દ્વારા વધુ આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી હતી.

ચક્કજામ કરાયો: કોંગ્રેસીઓ રેલી દરમ્‍યાન ચીખલી એસટી ડેપો સર્કલ પાસે રોડ ઉપર બેસી જઈ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ભીખુ આહીરનો હુરિયો બોલાવ્‍યો હતો. જોકે 15 થી 20 મિનિટ બાદ રેલી આગળ વધતા વાહન વ્‍યવહાર પ્રવવર્ત થઈ ગયો હતો.
મામલતદાર અને પ્રાંત અધિકારીઓનો પણ હુરિયો બોલાવ્‍યો: ચીખલી તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારીની મિટિંગ ચાલતી હોવાથી આવેદન પત્ર સ્‍વીકારવા માટે આવવામાં મોડું થતા કોંગ્રેસીઓએ મામલતદાર અને પ્રાંત અધિકારીનો પણ હુરિયો બોલાવ્‍યો હતો અને ચીખલી મામલતદાર સેવા સદન પાસે નીચે બેસી ગયા હતા. જોકે બાદમાં પ્રાંત અધિકારી અમિતભાઇ ચૌધરી અધૂરી મિટિંગ વચ્‍ચે નીચે આવી આવેદનપત્ર સ્‍વીકાર્યુ હતું.

Related posts

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારતનું પાવર લિફટીંગ સ્‍પર્ધામાં પ્રતિનિધિત્‍વ કરશે

vartmanpravah

આજે વિશ્વ ટીબી દિવસઃ સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા ટીબીમાં વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૧૩૮૬૮ દર્દી સપડાયા

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

બગવાડામાં ચાર મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પારડી પોલીસ

vartmanpravah

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah

ભાજપના સ્‍થાપના દિન નિમિત્તે વિશેષ

vartmanpravah

Leave a Comment