(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના અંકલાસ ખાતે દિવાલનું બાંધકામ કરી રહેલી આદિત્ય ઈલેક્ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પંચાયત કચેરીએ નોટિસ ફટકારી અનઅધિકળત બાંધકામને દૂર કરવા અલ્ટીમેટમ આપ્યું હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે.આદિત્ય ઈલેક્ટ્રો મેક કંપનીએ એમની માલિકીના જમીની સરવે નંબર સાથે સરકારી ગૌચરની જમીનની ફરતે પણ પાકી દિવાલ કરી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. આ ઉપરાંત કંપનીએ ગ્રામજનોના ઉપયોગમાં આવતું બસ સ્ટેન્ડ ધારાસયી કરી સરકારની સંપત્તિને નુકસાન કર્યાનો પંચાયત દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે. વધુમાં આ જ સ્થળે વડનુ તોતિંગ ઝાડ અસ્તિત્વ મિટાવી ગ્રામજનોને દબાણવશ લાવવાનો પ્રયાસ કરતા અંકલાસ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીએ કંપનીની દાદાગીરીને ઠેકાણે લાવવા લાલ આંખ કરી છે.
અંકલાસ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીએ કંપનીની નોટિસ પાઠવી અનઅધિકળત કરેલા દિવાલના બાંધકામને સાત દિવસમાં દૂર કરવા અલ્ટીમેટમ આપ્યું છે. નોટિસ પાઠવતા પંચાયતે કંપનીના જમીની સર્વે નંબર 1063 અને 1068 ની સાથે રે. સરવે નંબર 1064 જે સરકારી ગોચરણ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ જમીનની ફરતે થઈ રહેલા દિવાલના બાંધકામને દૂર કરવા ગુ.પે.ને.અ 1993 ની કલમ 105 મુજબ દિન સાતમા નોટિસનો ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે અને ખુલાસો કરવામાં નિષ્ફળ જશે તો ગુ.પે.અ 1993 ની કલમ 104 મુજબ પંચાયત બિનઅધિકળત બાંધકામને દૂર કરી શિક્ષાત્મક કાર્યવાહી વધુ નોટિસ કે જાણકરવા વગર કરવામાં આવશે એવી લેખિત જાણકારી આપવામાં આવી છે. આદિત્ય ઈલેક્ટ્રો મેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ જમીનની ખરીદી માટે કરેલી તમામ દસ્તાવેજ પ્રક્રિયા તેમજ કબજા સહિતની કામગીરી ઉપર તબક્કાવાર તપાસની આવશ્યકતા જણાઈ રહી છે.
