(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08: દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં આજે સેલવાસના અટલ ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશમાં વિવિધ સંગઠનોના નવા પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં સેલવાસ ગ્રામીણ જિલ્લા ભાજપાના અધ્યક્ષ પદે શ્રી દિપક છોટુભાઈ પ્રધાન અને જિલ્લા મહામંત્રીના પદ પર શ્રી જયેશ સંતુભાઈ વરઠાની સર્વ સંમતિથી નિયુક્તિ કરવામાંઆવી હતી.
જ્યારે ખાનવેલ જિલ્લા ભાજપાના મહામંત્રી પદે શ્રી દિપક લિહટીભાઈ પટેલ અને શ્રી વિપુલ કાકડભાઈ ભુસારાની સર્વ સંમતિથી નિયુક્તિ કરવામાં આવી હતી.
આ અવસરે સંઘપ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ સાથે પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકર, પ્રદેશ મહામંત્રી શ્રી મનીષ દેસાઈ, લોકસભા બેઠકના પ્રભારી શ્રી બી.એમ.માછી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજય રાઉત, શ્રી રમેશ કડુ, શ્રી રાજેશ વરઠા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન હળપતિ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી વંદનાબેન પટેલ સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.