April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના પ્રશાસન નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર કરણજીત વાડોદરિયાના કાર્યકાળમાં બેંકે શરૂ કરેલી પ્રગતિની હરણફાળ

દર વર્ષે ઉત્તરોત્તર નફો વધવા સાથે શેર ભંડોળમાં પણ થઈ રહેલો ઈજાફોઃ વર્તમાન ત્રિમાસિક ગાળામાં બેંકે 4.08 કરોડના નફા સાથે સર્જેલો ઈતિહાસ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.02 : ધી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું સંચાલન સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિયુક્‍ત એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયાએ સંભાળ્‍યું ત્‍યારથી આજ સુધી તેમના નેતૃત્‍વમાં બેંક હરણફાળ પ્રગતિ કરી રહી છે અને તેમના બે વર્ષના કાર્યકાળમાં પારદર્શક અને ગતિશીલ વહીવટથી બેંકની કાયાપલટ કરાતા સભાસદો તથા બેંકના માનવંતા ગ્રાહકો અને કર્મચારીઓમાં પણ પ્રસન્નતાની લાગણી જન્‍મી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2020-21માં દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક દ્વારા રૂા.12 કરોડથી વધુ નફો કરી શેરધારકો તથા ગ્રાહકોનો વિશ્વાસ જીતવા સફળ રહ્યા હતા. જ્‍યારે વર્ષ 2021-22માં 9.50 કરોડનો નફો બેંકે કર્યો હતો. વર્ષ 2022-23ના પહેલાં ત્રિમાસિકમાં પણ છેલ્લા બે વર્ષની જેમ બેંકે નફાકારકતા જાળવી રૂા.2.48 કરોડનો નફો કર્યો હતો, તથા ત્રિમાસિક મૂડીમાં રૂા.56 લાખનો વધારો કરી શેર ભંડોળરૂા.18 કરોડ સુધી લઈ જવા સફળ રહ્યા છે. બીજા ત્રિમાસિકમાં પણ પહેલાં ત્રિમાસિકની જેમ નફાકારકતા જાળવી રૂા.2.75 કરોડનો નફો કર્યો છે અને શેર મૂડીમાં પણ રૂા.43.46 લાખનો વધારો કરાયો છે.
ત્રીજા ત્રિમાસિકમાં પણ બીજા ત્રિમાસિકની જેમ નફાકારકતા જાળવી રૂા.4.08 કરોડનો નફો કર્યો છે જે અત્‍યાર સુધીનો ઐતિહાસિક ત્રિમાસિક નફો છે. તથા ત્રીજા ત્રિમાસિક શેર મૂડીમાં પણ રૂા.1.11 કરોડનો વધારો કરતા શેર ભંડોળ રૂા.19.63 કરોડ સુધી પહોંચી ગયું છે.
બેંકના એડમિનિસ્‍ટ્રેટર શ્રી કરણજીત વાડોદરિયા તથા બેંકની સમર્પિત ટીમના કારણે આજે સહકારી બેંકિંગના ક્ષેત્રે ધી દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની તુલના આગળ ધપતી બેંક તરીકે થઈ રહી છે.

Related posts

ભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશના સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનમાં ભારત સ્‍કાઉટ ગાઈડની સરાહનીય કામગીરી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં વરસાદી પાણી સીઈટીપીની ચેમ્‍બરોમાં ઘૂસી જતા પ્રદૂષિત પાણી રોડો ઉપર

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલીમુલાકાત

vartmanpravah

ભારત સરકારના ડાયરેક્‍ટોરેટ ઓફ એન્‍ફોર્સમેન્‍ટ (ઈડી)ના સર્વેમાં દમણમાં સુખા પટેલ અને તેની મંડળીના રહેણાંક-વેપારીક સ્‍થળેથી કરોડોની રોકડ સહિત 100 કરતા વધુ બેનામી સંપત્તિનો થયેલો ઘટસ્‍ફોટ

vartmanpravah

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment