October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

વાપી તાલુકા માટે મિની સિવિલ હોસ્પિટલની જરૂર પૂર્ણ થતા હવે લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળશેઃ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી તથા આજુબાજુના વિસ્તારમાં વધતી વસ્તી વચ્ચે આરોગ્યલક્ષી સુવિધા વધે તે માટે વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ બલીઠા હાઇવે પર રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડ વાળી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના નિર્માણની બજેટમાં જોગવાઇ કરી હતી. તાજેતરમાં વાપીની 2.21 લાખની વસ્તી માટે બલીઠા હાઇવે પર મિની સિવિલ હોસ્પિટલ બનાવવાની તૈયારી હાથ ધરાઇ છે. ગુજરાત સરકારના હેલ્થ-ફેમીલિ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ માટે સાઇટ એરિયા 7003.90 સ્કવેર મીટર કુલ વિસ્તાર 15730.14 સ્કવેર મીટર રહેશે. આ હોસ્પિટલથી 5 પીએચસીમાં છીરી, કોપરલી, નાની તંબાડી, વટાર, કરવડ તથા અર્બન પીએચસીમાં વાલ્મિકી આવાસ, ગીતા નગર, ડુંગરા અને સુલપડના દર્દીઓને પણ રાહત થશે. રવિવારે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું હતું. જેથી આ પ્રોજેક્ટની કામગીરીનો વિધિવત પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, થોડા સમયમાં અનેક વિકસના કામોને વેગ મળ્યો છે. વાપી તાલુકા માટે મિની સિવિલ હોસ્પિટલની જરૂર હતી જે પૂર્ણ થઈ છે. હવે લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહેશે.

આ પ્રસંગે સાંસદ શ્રી કે સી પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ, જિલ્લા સંગઠનના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઇડ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, નગરપાલિકાના કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઇ, વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ અભય શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલ, ઉદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કઇ-કઇ સુવિધા દર્દીને મળશે

24 કલાક ઇમરજન્સી સારવાર, 24 કલાક ફાર્માસી સ્ટોર, સિટી સ્કેન, એક્સ રે, લેબોરેટરી, બ્લડ બેન્ક, 4 ઓપરેશન થિયેટરો, 19 ઓપીડી, 113 બેડની હોસ્પિટલ, 8 આઇસીયુ બેડ,પીએમ રૂમ, એડિશનલ સ્પેશિયલ રૂમ, વીઆઇપી રૂમ, ગ્રાઉન્ડ ફલોરમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, રજિસ્ટ્રેશન, ફાર્માસી, વેઇટિંગ, ઓપીડી, પ્રથમમાળે રેડિયોલોજી, નિદાન કેન્દ્ર, વેઇટિંગ, ઓપીડી, બીજામાળ‌ે મહિલા વોર્ડ, એનઆઇસીયુ, લેબર રૂમ, ત્રીજા મા‌ળે સર્જીકલ વોર્ડ, સેન્ટ્રલ મેડિકલ રેકોર્ડ સેકશન, ચોથા માળે આઇસોલેશન રૂમ, સ્પેશિયલ રૂમ, આઇસીયુ, પાંચમાં મા‌ળે મેડિકલ વોર્ડ, પીડીયાટ્રીક વોર્ડ અને કેન્ટીનનો સમાવેશ થાય છે.

Related posts

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તેમાનવતાની ચરમ સીમા છે.’ વાત છે યુગાન્‍ડાના ક્રુર સરમુખત્‍યાર ઇદી અમીનની

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્‍ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડી

vartmanpravah

ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણીની નોબત

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

દાનહઃ અથાલના આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવા સંદર્ભે ‘ભારત આદિવાસી પાટી’ દ્વારા એસ.પી.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment