(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૯: વલસાડ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ શાંતિપૂર્વક અને સુચારૂ રીતે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ સહિતના અધિકારીઓએ વલસાડની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યા મત ગણતરી હોલ અને સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરી હતી. બાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.