Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ: મરવડ ખાતે બની રહેલી મહત્‍વાકાંક્ષી હોસ્‍પિટલના બાંધકામમાં કોઈ કચાશ નહીં રહે તેની પ્રશાસકશ્રી દ્વારા રાખવામાં આવી રહેલી અંગત કાળજી 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પ્રશાસનિક અધિકારીઓની ટીમ સાથે બની રહેલી ભવ્‍ય મરવડ હોસ્‍પિટલના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હોસ્‍પિટલની પ્રોટેક્‍શન વોલ, રૂમ વગેરેની પ્રત્‍યક્ષ મુલાકાત લઈ બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, મરવડ ખાતે નવનિર્મિત હોસ્‍પિટલની તમામ મહત્‍વની રૂમોને સી-ફેસિંગ મળી રહે એ પ્રકારની આર્કિટેક્‍ચરલ વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. આ મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટને સમયમર્યાદામાં યોગ્‍ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના શ્રેષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણે જ તેઓ ગઈકાલે જ લક્ષદ્વીપના કઠીન પ્રવાસથી પરત ફર્યા હોવા છતાં આજે કોઈપણ પ્રકારનો આરામ કર્યા વગર પોતાના મિશનને કામિયાબ કરવા માટે મરવડ હોસ્‍પિટલના નિરીક્ષણ માટે પણ નિકળી ગયા હતા. આ પ્રકારનીકાર્યનિષ્‍ઠા ભૂતકાળમાં ભાગ્‍યેજ કોઈ એકાદ પ્રશાસક પાસે હોવાની સંભાવના છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત દરમિયાન તેમની સાથે સલાહકાર શ્રી વિકાસ આનંદ, જાહેર બાંધકામ વિભાગના વિશેષ સચિવ શ્રી સૌરભ મિશ્રા તેમજ અન્‍ય પ્રશાસનિક અધિકારીઓ, એન્‍જિનિયરો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડાની સરકારી વિનયન કોલેજમાં વોલીબોલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ દરિયા કિનારે સેંકડો છઠવ્રતિઓએ અસ્‍ત થતાં સૂર્યને અર્ધ્‍ય અર્પણ કર્યુ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment