Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સરકારની સ્માર્ટ ફોન યોજનાથી વલસાડ જિલ્લાના ખેડૂતો સ્માર્ટ બન્યા, કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી સાથે કદમ મેળવ્યા

  • સરકારી યોજના, હવામાન, નવી ખેત પધ્ધતિ, ખાતર, બજાર ભાવ અને સંભવિત જીવાતની માહિતી હવે પળ ભરમાં મળે છે, કચેરી સુધી જવુ પડતુ નથીઃ લાભાર્થી ખેડૂત

  • સરકારે સહાયની રકમ રૂ.૧૫૦૦થી વધારી રૂ.૬૦૦૦ કરતા ખેડૂતોનો ધસારો વધ્યો

  • વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લાના ૪૭૩ ખેડૂતોની અરજી આવી જેમાંથી ૪૬૯ મંજૂર થઈ

 વલસાડ, તા.૧૯

  • સંકલનઃ જિજ્ઞેશ સોલંકી

સમગ્ર દેશ અને વિશ્વ ટેક્નોલોજી સાથે આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતનો ખેડૂત પણ દેશ અને વિશ્વ સાથે જોડાયેલો રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરાયો છે. કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસે દિવસે વધતા રાજ્ય સરકારે ખેડૂતો શ્રેષ્ઠ ખેતી કરી સ્માર્ટ ખેડૂત બને તે માટે ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડવા સ્માર્ટ ફોન યોજના અમલમાં મુકી છે, જો કે આ યોજનામાં પહેલા સહાયની રકમ રૂ.૧૫૦૦ હતી તે વધારી રૂ.૬૦૦૦ કરતા વલસાડ જિલ્લામાં આ યોજનાને ભારે પ્રતિસાદ મળ્યો છે. કુલ ૪૭૩ ખેડૂતોએ અરજી કરી હતી જેમાંથી ૪૬૯ મંજૂર થઈ છે. સરકારની આ યોજનાથી આધુનિક ખેડૂત બનેલા વલસાડ જિલ્લાના પારડીના તાલુકાના ડુમલાવ ગામના ખેડૂતે સ્માર્ટ ફોન યોજનાથી કૃષિ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનને બિરદાવ્યા હતા. ત્યારે આવો જાણીએ તેમના જ શબ્દોમાં તેમની સફળતાની કહાની…

        પારડી તાલુકાના ડુમલાવના પારસી ફળિયાના ખેડૂત વિનોદભાઈ પટેલ જણાવે છે કે,અગાઉ સરકારની કોઈ યોજનાની માહિતી મેળવવાની હોય કે યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું હોય તો ગ્રામ પંચાયત તેમજ તાલુકા અથવા જિલ્લા પંચાયત સુધી જવુ પડતું હતું. ચોમાસામાં ખાસ કરીને હવામાન ખાતાની વરસાદની આગાહી માટે પણ ભગવાન ભરોસે રહેવુ પડતું હતું. ખાતરના ભાવ વધ ઘટ થાય તો તેની માહિતી પણ મળતી ન હતી. ખેતીના પાકમાં રોગ- જીવાતની માહિતી અગાઉથી મળતી ન હોવાથી ઘણીવાર ઉભા પાકને નુકશાન થતું હતું. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તાની રકમ બેંકમાં જમા થાય તો તેની માહિતી પણ મળતી ન હતી. જેથી ખેડૂતો પરેશાન હતા પરંતુ ખેડૂતોની પીડાને સંવેદનશીલ ગુજરાત સરકારે પોતાના સ્વજનની માફક સમજીને સ્માર્ટ ફોન યોજના અમલમાં મુકી. ૨ મહિના અગાઉ જ વર્તમાનપત્ર દ્વારા મને આ યોજનાની માહિતી મળતા ગ્રામ સેવકનો સંપર્ક કર્યો તેમણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં મદદ કરી હતી. ૨ માસમાં મારી અરજી મંજૂર થતા વાપીની મોબાઈલ સ્ટોરમાંથી રૂ.૧૭,૪૯૯નો સ્માર્ટ ફોન ખરીદ્યો હતો. બાદમાં સહાયની રકમ રૂ. ૬૦૦૦ સીધા બેંક ખાતામાં જમા થઈ છે.

ચહેરા પર ખુશીના ભાવ સાથે ખેડૂત વિનોદભાઈ વધુમાં કહે છે કે, સ્માર્ટ ફોન હાથમાં આવતા સમગ્ર વિશ્વ જાણે મુઠ્ઠીમાં આવી ગયું હોય એવું લાગે છે. હવે માત્ર ક્ષણભરમાં આંગળીના ટેરવે મને સરકારની વિવિધ યોજના, હવામાન ખાતાની આગાહી, નવી ખેત પધ્ધતિ, એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ, ખાતરના ભાવ તેમજ સંભવિત રોગ-જીવાતની માહિતી સ્માર્ટ ફોનમાં મળી જાય છે. પશુ બીમાર પડે તો તાત્કાલિક ડોક્ટરને પણ બોલાવી લઈએ છીએ. હવે યોજનાનો લાભ લેવા માટે હું મોબાઈલમાંથી ઓનલાઈન અરજી પણ કરી દઉ છું જેથી કચેરી સુધી જવાનો સમય અને નાણાંનો વ્યય પણ અટક્યો છે. અમે ખેડૂતોએ વોટ્સઅપ પર ગૃપ પણ બનાવ્યું છે જેમાં ખેતીને લગતા અપડેટ શેર કરી ખેતીને આધુનિક રૂપ આપી રહ્યા છે. આ યોજનાથી ખરેખર એવું લાગે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ સબકા પ્રયાસનું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. જેના થકી નવા આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. હું ગુજરાત સરકારનો આભાર માનુ છુ કે, ખેડૂતોની નાની નાની મુશ્કેલીઓનો ઉકેલ લાવી આ યોજના થકી છેવાડાના ખેડૂતને સમગ્ર વિશ્વ સાથે જોડ્યો છે.

સરકારની સ્માર્ટ ફોન યોજના ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે

વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્યું કે, સરકારની નેમ છે કે, ખેડૂતની આવક બમણી થાય. આ દિશામાં સરકારની સ્માર્ટ ફોન યોજના ખેડૂતોને આત્મનિર્ભર બનાવશે. અગાઉ આ યોજનામાં ફોનની ખરીદ કિંમતના ૧૦ ટકા અથવા વધુમાં વધુ રૂ.૧૫૦૦ સહાય પેટે મળતા હતા પરંતુ હવે સરકારે આ યોજનામાં ફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા વધુમાં વધુ રૂ.૬૦૦૦ બે માંથી જે રકમ ઓછી હશે તે સહાય પેટે આપતા આ યોજનાને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં માત્ર ૮૨ ખેડૂતોએ લાભ લીધો હતો પરંતુ હવે યોજનામાં સહાયની રકમ વધતા વધુ કુલ ૪૭૩અરજી મળી જેમાંથી ૪૬૯ મંજૂર કરી છે.

આ યોજનાનો લાભ લેવા માટેના નિયમો

  • ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવા પરિવારમાંથી એક ખેડૂતને ફોન ખરીદી પર સહાય મળશે
  • આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • સહાયની રકમનું વ્યાજ અને સહાયની રકમ પણ સરકાર ભોગવશે
  • યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારની આધાર કાર્ડની નકલ, કેન્સલ ચેક, બેંક પાસબુક, મોબાઈલ ખરીદીનું જીએસટી નંબર વાળુ બિલ, જમીનની ૭/૧૨ અને ૮-અની નકલ રજૂ કરવી

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

બલીઠામાં પ્‍લાસ્‍ટીક વેસ્‍ટની આડમાં ટેમ્‍પામાં લઈ જવાતો રૂા.3.43 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

સત્ર ન્‍યાયાલય સેલવાસનો શિરમોર ચુકાદો: સાયલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને આજીવન કેદ

vartmanpravah

દમણના કચીગામ ખાતેથી 740 બોટલ ગેરકાયદે દારૂ ઝડપતું એક્‍સાઈઝ વિભાગ

vartmanpravah

દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના મહત્‍વપૂર્ણ વિષયો ઉપર કરાયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

Leave a Comment