Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે વસંત પંચમી ઉત્‍સવ નિમિત્તે શાળાના કેમ્‍પસમાં માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજિંગ દ્રષ્ટિ પૂજ્‍ય કપિલ સ્‍વામીના માર્ગદર્શન હેઠળ સંસ્‍થામાં ચાલતા વિવિધ શૈક્ષણિક વિભાગો દ્વારા સંયુક્‍ત રીતે વસંત પંચમી ઉત્‍સવ ઉજવાયો હતો. બ્રાહ્મણના શાષાોક્‍ત મંત્રો ચાર સાથે માઁ સરસ્‍વતીનું પૂજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ યજ્ઞ પણ કરવામાં આવ્‍યો હતો જેમાં સંસ્‍થાના તમામ શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્‍ટાફે યજ્ઞમાં સમિધ પુર્યા હતા.
આ પ્રસંગે સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામીજીનો પણ જન્‍મદિવસ હોય સૌએ તેમનું પણ પૂજન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી દ્વારા વસંત પંચમી ઉત્‍સવનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યુ હતું. પૂજ્‍ય પુરાણી સ્‍વામીજીએ આશીર્વચન આપ્‍યા હતા. ત્‍યારબાદ ગૌશાળામાં ગૌ પૂજન પણ કરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓ અને સંગીત શિક્ષક દ્વારા સરસ્‍વતીના ભજન તથા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સુંદર ધાર્મિક અને પવિત્ર મહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે પૂજ્‍ય રામસ્‍વામી પૂજ્‍ય હરિસ્‍વામી દ્રષ્ટિ મંડળના સભ્‍યો બાબુભાઈ, હરેશભાઈ,મનસુખભાઈ, જયશ્રીબેન દયાબેન યોગીની બેન, ડાયરેક્‍ટર ડો. શૈલેષભાઈ લુહાર, હિતેનભાઈ ઉપાધ્‍યાય, આચાર્ય ગણમાં મીનલબેન દેસાઈ, આશાબેન દામા રીનાબેન દેસાઈ, દક્ષાબેન પટેલ, નીતુ સિંહ, ડો. સચિન નારખેડે, ચંદ્રવદન પટેલ સહિત મોટી સંખ્‍યામાં આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી એ.મુથમ્‍માને રિલીવ કરાયા

vartmanpravah

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment