January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતજાહેરખબરડિસ્ટ્રીકટદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

સ્‍કીન ઝેન ક્‍લિનીકમાં 30 વર્ષનો જનરલ સર્જરીમાં અનુભવ ધરાવતા ડો. હેમંત મોડાસિયા અને ચાઈલ્‍ડ સાઈકોલોજી તથા અન્‍યમાં નિપૂણતા ધરાવતા ડો. કુમુદ મોડાસિયાની પણ ઉપલબ્‍ધ રહેવાની સેવા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01 : વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે રવિવારે અદ્યતન સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ એમ.ડી. સ્‍કીન ડોક્‍ટર ખુશ્‍બુ મોડાસિયા દ્વારા તેમના તબીબ માતા-પિતા ડો. હેમંત મોડાસિયા અને ડો. કુમુદ મોડાસિયાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યો હતો.
ડો. ખુશ્‍બુ મોડાસિયા, જનરલ સર્જન ડો. હેમંત મોડાસિયા અને ડો. કુમુદ મોડાસિયા દ્વારા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં પણ સેવા આપવામાં આવી રહી છે. હવે ડો. ખુશ્‍બુ મોડાસિયા અને તેમના તબીબ માતા-પિતા દ્વારા વાપી ચલા ખાતે કાર્યરત સ્‍કીન ઝેન ક્‍લિનીકમાં પોતાની સેવાઓ આપશે.
ડો. ખુશ્‍બુ મોડાસિયા એમ.ડી.સ્‍કીનની પદવી ધરાવે છે. તેઓ લેસર સર્જરી, કોસ્‍મેટિક સર્જરી, લિપોસક્‍શન, ફેટગ્રાફિટંગ, બોટોક્‍સ હાઈડ્રોફેસિયલ, કોઢની સર્જરી તથા લેપ્રસીમાં પણ વિશેષ અનુભવ ધરાવે છે. જ્‍યારે ડો. હેમંત મોડાસિયા જનરલ સર્જન તરીકે 30 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છેઅને તેઓ સ્‍કીન ઝેનમાં કન્‍સલ્‍ટીંગ જનરલ સર્જન તરીકે પોતાની સેવા આપશે અને ડો. કુમુદ મોડાસિયા તબીબ તરીકે ચાઈલ્‍ડ સાઈકોલોજી અને પ્રિવેન્‍ટિવ એક્‍સપેક્‍ટ ડીસિઝ જેમાં બ્‍લડ પ્રેશર, ડાયાબિટિશ અને વૃદ્ધાવસ્‍થાની સમસ્‍યાઓનું પ્રિવેન્‍ટિવ એક્‍સપેક્‍ટમાં નિપૂણતા ધરાવે છે.
હવે વાપી, દમણ અને દાદરા નગર હવેલીની જનતાને હવે એક જ સ્‍થળે ચામડી સંબંધી રોગોની સાથે પોતાની વિવિધ શારીરિક બિમારીઓનું પણ નિદાન થઈ શકશે.

Related posts

જિલ્લાના ધરમપુર વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્‍યું

vartmanpravah

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

રાજભાષા વિભાગ દીવ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘હિન્‍દી નિબંધ લેખન – સ્‍પર્ધા”નું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

vartmanpravah

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

vartmanpravah

Leave a Comment