January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

  • પાંચ વર્ષના સંકલિત બી.એ. એલ.એલ.બી.(ઓનર્સ)ના અભ્‍યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

  • સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે શૈક્ષણિક ક્ષેત્રે આભને આંબતી કરેલી પ્રગતિઃ વિવિધ ઉચ્‍ચ વ્‍યવસાયલક્ષી અભ્‍યાસક્રમ માટેનું શૈક્ષણિક મથક બનેલું સંઘપ્રદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 08 : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસની સ્‍થાપના થઈ રહી છે. ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી એક્‍ટ – 2003 હેઠળ સ્‍થાપિત ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (ઞ્‍ફન્‍શ્‍) દ્વારા એ ગ્રેડ સાથે સંશોધન આધારિત અધ્‍યાપન યુનિવર્સિટી હોવાનું બહુમાન પણ ધરાવે છે. આ વર્ષે સેલવાસ ખાતે 60 વિદ્યાર્થીઓના ઈન્‍ટેક સાથે પાંચ વર્ષના સંકલિતબી.એ. એલ.એલ.બી.(ઓનર્સ)નો કોર્ષ શરૂ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે શૈક્ષણિક ક્ષેત્રે આભને આંબતી પ્રગતિ કરી છે. મેડિકલ, ટેક્‍નીકલ, ફેશન, ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી, નર્સિંગ અને કાનૂની ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે વિશ્વ કક્ષાનું શૈક્ષણિક મથક બનાવ્‍યું છે. જેનો ફાયદો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આશાસ્‍પદ વિદ્યાર્થીઓને પણ મળતો થયો છે.
બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા (બીસીઆઈ) અને યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશન(યુજીસી) દ્વારા માન્‍યતાપ્રાપ્ત ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સંઘપ્રદેશના ડોમિસાઈલ ધરાવતા વિદ્યાર્થીઓ માટે 25 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. આ યુનિવર્સિટીમાં પ્રવેશ રાષ્‍ટ્રીય સ્‍તરની કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ (ઘ્‍ખ્‍વ્‍) દ્વારા થશે. જેની નોંધણીની છેલ્લી તારીખ 13મી નવેમ્‍બર, 2022 છે. પરીક્ષાની તારીખ 18મી ડિસેમ્‍બર, 2022 છે.
પાત્રતા કોઈ ઉચ્‍ચ વયમર્યાદા નથી. બધા વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ અથવા તેથી વધુ અભ્‍યાસ કરેલ હોવો જોઈએ. અન્‍યો માટે લઘુત્તમ ગુણ 45% અને અનુ.જાતિ/ જનજાતિ માટે 40% રાખવામાં આવેલછે.

Related posts

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

Leave a Comment