September 9, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણ આબકારી વિભાગે કડૈયાના સમુદ્ર કિનારેથી દારૂ ભરેલ બોટ ઝડપી પાડી

મધ્‍ય રાત્રિના 12:15 વાગ્‍યે 3 જેટલા દારૂના ખેપિયાઓ બોટને દરિયામાં છોડીને પાણીમાં તરીને કોલક તરફ ભાગી જવા સફળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : દમણના આબકારી મદદનીશ કમિશનર શ્રી મોહિત મિશ્રાની અખબારી યાદીમાં જણાવાયા મુજબ દમણ પ્રશાસન તથા આબકારી વિભાગ દ્વારા ગેરકાયદે આવન-જાવન કરનારાઓ વિરૂદ્ધ સખ્‍ત અભિયાન ચલાવાઈ રહ્યું છે. તે અંતર્ગત ગત રવિવારે તા.13મી નવેમ્‍બરના રોજ રાત્રિના 11:00 વાગ્‍યે આબકારીવિભાગને ગુપ્ત માહિતી મળી કે, કડૈયા સમુદ્ર કિનારાથી એક બોટ દ્વારા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડાઈ રહ્યો છે. જે મુજબ સહાયક આબકારી આયુક્‍ત તથા આબકારી નિરીક્ષણ શ્રી મિલનકુમાર પટેલ, શ્રી દીક્ષિત ચારણિયા, અને આબકારી રક્ષક(ગાર્ડ) શ્રી સુનિલ ધોડિયા, શ્રી મનિષ યાદવ, શ્રી અમિત રાજભર અને શ્રી યગ્નેશ પટેલ કડૈયા સમુદ્ર કિનારે રાત્રિના 11:30 વાગ્‍યે પહોંચતાં અહીં ઉપલબ્‍ધ પાંચ બોટોની તપાસ શરૂ કરી હતી, પરંતુ તે તમામ ખાલી હતી. ત્‍યારબાદ આબકારી વિભાગની ટીમે મધ્‍યરાત્રિના 12:15 વાગ્‍યે એક બોટને પાણી વચ્‍ચે ઉભેલી જોઈ હતી. પાણી ખુબ ઓછું હોવાના કારણે ત્‍યાં બીજી બોટ લઈને જવું અશક્‍ય હતું. ત્‍યારપછી આબકારી રક્ષક(ગાર્ડ) શ્રી સુનિલ ધોડિયાએ તરીને જવાનું શરૂ કર્યું. શ્રી સુનિલ ધોડિયા બોટની નજીક પહોંચતા જ બોટમાંથી ત્રણ લોકોએ પાણીમાં છલાંગ મારી અને તેઓ કોલક, ગુજરાત તરફ ભાગી ગયા હતા. આબકારી વિભાગે મળી આવેલ બોટની તપાસ કરતા તેમાંથી 8040 બોટલ દારૂ મળી આવ્‍યો હતો. તેથી આબકારી વિભાગે બોટ અને દારૂને જપ્ત કર્યો હતો અને આબકારી વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ આબકારી જકાત કાયદો 1964 અને વસૂલી નિયમ 2020 અંતર્ગત કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સંગીત-ગાયન સ્‍પર્ધામાં જિલ્લામાં પ્રથમ

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

વલસાડમાં ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત’’ યોગ શિબિરની પૂર્ણાહૂતિ, રોજ ૧૦ જડીબુટ્ટીથી બનેલો ઉકાળો પણ અપાયો

vartmanpravah

માર્ચ એન્‍ડિંગમાં વાપી નગરપાલિકામાં વેરા વસુલાત અભિયાન તેજ : રવિવારે પણ કચેરી ચાલુ રહી

vartmanpravah

વાપી હની ટ્રેપ પ્રકરણમાં લલીત સોનીની ધરપકડ : મહિલા સાથે મળીને અંગત પળોનો વિડીયો બનાવી 5 લાખની માંગણી કરી હતી

vartmanpravah

Leave a Comment