April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના સાદડવેલ વાંજરી ફળીયા ખાતે રહેતા અશોક મંગુભાઈ પટેલ (ઉ.વ.48) જે સોમવારની સવારના સાડા સાતેક વાગ્‍યાના સમયે પેશન મોટર સાયકલ નં.જીજે-21-એન-9816 લઈ ગામમાં દૂધ મંડળીમાં દૂધ ભરાવા માટે ગયા હતા. દરમ્‍યાન સાદડવેલ ભૂમિ એગ્રોની સામે આવતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક આઈ-20 કાર નં. જીજે-21-બીસી-2865ના ચાલકે અશોક પટેલની મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા જેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોં તેમજ કાનમાંથી લોહી નીકળતા સારવાર માટે 108ને બોલાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે અકસ્‍માત કરી આઈ-20 કારનો ચાલક સ્‍થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ મરનારના મોટાભાઈ અર્જુન મંગુભાઇ પટેલ (ઉ.વ. 52) (રહે.સાદડવેલ વાંજરી ફળીયા તા.ચીખલી) એ કરતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ.એચ. શીણોલ કરી રહ્યા છે.

Related posts

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ચંદ્રયાન-3ના લાઈવ સ્‍ટ્રીમિંગ નિહાળવાની કરાયેલી વિશેષ વ્‍યવસ્‍થા

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment