June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

તા.પં. સભ્‍ય સુનિલ ટંડેલના કોસંબા નિવાસ સ્‍થાને સિટી પોલીસે ખાનગી રાહે રેડ કરી : 11 હજાર દારૂનો જથ્‍થો મળ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતાના અમલ સાથે જ પોલીસ અને સી.આર.પી.એફ.ના જવાનોએ પ્રોહિબિશન અંગે ભારે ચેકિંગની કામગીરી આરંભી દીધી છે. વલસાડ સિટી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી આધારે વલસાડ કોસંબામાં સોમવારે રાતે રેડ કરી હતી. જેમાં તા.પં.ના સભ્‍યના નિવાસ સ્‍થાનેથી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ઘટનાને લઈ વલસાડ રાજકીય વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ સિટી પોલીસને મળેલી બાતમી આધારે સોમવારેરાતે કોસંબા ગામે નિલકંઠ સ્‍વીટ ખાતે રહેતા તા.પં. ભાજપના સભ્‍ય સુનિલભાઈ ગોપાળભાઈ ટંડેલના ત્‍યાં ખાનગી રાહે રેડ પાડી હતી. પોલીસ કાર્યવાહીમાં 20 નંગ વિદેશી દારૂની બોટલ કિં. રૂા.11 હજારનો જથ્‍થો પોલીસને મળી આવ્‍યો હતો. સુનિલભાઈ ટંડેલ વિરૂધ્‍ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી પોલીસે અટક કરી હતી. ઘટનાની જાણ બાદ વલસાડ ભાજપ કાર્યકરો સિટી પોલીસમાં દોડી ગયા હતા.

Related posts

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

સોળસુંબા પંચાયતે પરવાનગી વગર નિર્માણ થઈ રહેલા બાંધકામ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની ભાગ 2 ની બેઠક જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

Leave a Comment