Vartman Pravah
Breaking Newsવાપી

વાપીની કંપનીમાંથી ચોરી કરતી ગેંગના 8 ઈસમોને એસઓજી ટીમે ઝડપી પાડી રૂા.14.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.10
વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં આવેલી કંપનીઓને રાત્રીના સમયે તસ્‍કરો નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હતાં. આ ગેંગ દ્વારા વાપીની એક કંપનીમાંથી રૂ.1.33 લાખના સીસા પ્‍લેટની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. આ ગેંગનેઝડપી પાડવામાં વલસાડ એસઓજી ટીમને સફળતા હાથ લાગી છે. ચોરી કરનારી ગેંગના 8 ઈસમોને ઝડપી પાડી ટેમ્‍પો, પીકઅપ વાહન અને બાઈક તથા ચોરી કરેલા સરસામાન મળી કુલ રૂ.14.45 લાખનો મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જીલ્લામાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીના બનતા ગુનાઓ અટકાવવા માટે પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી ટીમ વાપી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી જીઆઈડીસીના યુપીએલ બ્રીજના ભિલાડ તરફ જતા સર્વિસ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન વર્ણવેલ આઈશર ટેમ્‍પો નંબર GJ – 15-Z-1879 તથા પીકઅપ વાહન નં. DN – 09 S-9492 તથા બાઈક નં. GJ -21 – AP – 6447 ને અટકાવ્‍યા હતા અને વાહન તપાસ હાથ ધરતા તેમાં સીસાની પ્‍લેટો તથા કોપર પ્‍લેટો મળી આવી હતી. જે અંગે તેઓની પાસે કોઈ જરૂરી આધાર-પુરાવા ન હોવાથી પોલીસે તમામ સરસામાન કબજે લીધા હતાં આંઠ ઈસમોની અટક કરવામાં આવી હતી. જેઓના નામઠામ પૂછતા (1) સેયદૂર રહેમાન હિફઝુર રહેમાન ખાન (ઉં.28, રહે.ડિસન્‍ટ હોટલવાળી ગલી, ડુંગરી ફળિયા, વાપી, મૂળ યુપી) (2) નુરૂલ અકરમ હુસૈન ખાન (ઉં.28, રહે. ડુંગરી ફળિયા, વાપી, મૂળ યુપી) (3) સફાત યાકુબ ખાન (ઉં.25, રહે.કરવડ, સાંઈ આસ્‍થા સોસાયટી, વાપી, મૂળ યુપી) (4) સરફુદીન અલાઉદીન ખાન (ઉં.28, રહે. ચિત્રકુટ ધામ, તા.ઉમરગામ, મૂળ યુપી) (5) જાકીર નાદીર ખાન (ઉં.51, રહે. કરવડ સાંઈ આસ્‍થા સોસાયટી, વાપી, મૂળ યુપી) (6) અલીહુસેન નજીર મોહંમદ સીદીકી (ઉં.28 રહે. વેલુગામ, અંબોલી, દાનહ, મૂળ યુપી) (7) કિશન રઘુવંશસીંઘ (ઉં.22, રહે. દેસાઈ કોમ્‍પલેકસ, કાકર ફળિયા, દાદરા, સેલવાસ મૂળ યુપી) તથા (8) હરીસીંગ મગનસીંગ રાજપૂત (ઉં.26, રહે. ઉમરગામ, હરીઓમ નિવાસ, મૂળ રાજસ્‍થાન) હોવાનું જણાવ્‍યું હતું.
વાહનમાંથી કોપરની નાની મોટી પ્‍લેટો (કિંમત 5,18,400) તથા લાદીના સીસા (કિંમત 1,59,800) મળી આવ્‍યા હતાં. પોલીસે 10 મોબાઈલ, ટેમ્‍પો, પીકઅપ વાહન તથા એક બાઈક મળી કુલ રૂા.1445,240/-નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ ગેંગની મોડસ ઓપરેન્‍ડી એવી છે કે તેઓ વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં રાત્રીનાસમયે કંપનીઓને ટાર્ગેટ કરી કોપર સીસા તથા એલ્‍યુમિનિયમની ધાતુઓની ચોરી કરે છે. વાપી જીઆઈડીસીના ભડકમોરા સેલવાસ માર્ગ સ્‍થિત ગલેના મેટલ્‍સ પ્રા.લિ. કંપનીમાંથી સીસાની પ્‍લેટ નંગ 18 ( રૂા.1,33,200/-)ચોરી કરી ગયા હતાં. જે અંગેની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી. આમ, વાપી ઉદ્યોગનગર પોલીસમથકમાં ચોરીના નોંધાયેલા બે ગુનાઓ ઉકેલી કાઢવામાં એસઓજી ટીમને સફળતા મળી છે.

Related posts

વલસાડ સરદાર પટેલ સ્‍ટેડિયમમાં 3 જાન્‍યુ.થી 6 જાન્‍યુ. દરમિયાન પંજાબ વિરૂધ્‍ધ ગુજરાત રણજી ટ્રોફી મેચ યોજાશે

vartmanpravah

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે મુથ્‍થુ ગેંગના બે આરોપીને ઝડપી પાડયા

vartmanpravah

નરોલી પ્રાથમિક શાળામાં ‘કુપોષણ નિવારણ’ અને ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’ સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment