(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: આગામી નવરાત્રિ પર્વને ધ્યાને લઈ વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની આજીવિકા યોજના હેઠળ વલસાડ નગરપાલિકાના સ્પોર્ટ્સ ક્લબમાં નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાનું ઉદઘાટન વલસાડ તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાંજિલ્લા લાઈવલી હૂડ મેનેજર ઈમરાન શેખ, જિલ્લા માર્કેટિંગ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર મિતાલી પટેલ, વલસાડ તાલુકા લાઈવલી હૂડ મેનેજર હર્ષદ દેસાઈ અને અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. આ મેળામાં વલસાડ તાલુકાના કુલ 5 સખી મંડળના જૂથોએ ભાગ લીધો છે. તા. 14 ઓક્ટોબર સુધી વેચાણ અને એક્ઝિબિશન સવારે 10 થી રાત્રિ 8 સુધી ખુલ્લુ રહેશે જેનો લાભ લેવા જાહેર જનતાને જણાવાયું છે.